અવૉર્ડ રિયલ ગોલ્ડનો છે એવું સમજીને તેમનાં મમ્મી કરીમા બેગમે એને ટૉવેલમાં વીંટાળીને સાચવીને રાખી દીધો હતો
એ. આર. રહમાન
એ. આર. રહમાનને ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘સ્લમડૉગ મિલ્યનેર’ માટે ઑસ્કર અવૉર્ડ મળ્યો હતો. એ અવૉર્ડ રિયલ ગોલ્ડનો છે એવું સમજીને તેમનાં મમ્મી કરીમા બેગમે એને ટૉવેલમાં વીંટાળીને સાચવીને રાખી દીધો હતો. ઑસ્કર અવૉર્ડ સૉલિડ બ્રૉન્ઝનો બનેલો હોય છે અને એના પર ૨૪ કૅરૅટ સોનાનો ઢોળ ચડાવવામાં આવે છે. આ સિવાય રહમાનને મળેલા અન્ય ઇન્ટરનૅશનલ અવૉર્ડ્સ પણ તેમની મમ્મીએ આવી રીતે સંગ્રહ કરીને રાખી દીધા હતા. જોકે ૨૦૨૦માં તેમના નિધન બાદ રહમાને એ તમામ અવૉર્ડ્સને હવે દુબઈના પોતાના સ્ટુડિયોના શોકેસમાં ગોઠવીને રાખ્યા છે. એ. આર. રહમાનને બે ઑસ્કર, બે ગ્રૅમી, એક BAFTA (બ્રિટિશ ઍકૅડેમી ઑફ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ) અને એક ગોલ્ડન ગ્લોબ મળ્યા હતા. ભારતમાં છ નૅશનલ અવૉર્ડ્સ અને ૩૨ ફિલ્મફેર અવૉર્ડ્સ મળ્યા છે.