ફાફ ડુપ્લેસીએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે, જેમાં ત્રણે સાથે દેખાઈ રહ્યાં છે
અનુષ્કા શર્માએ હાલમાં જ પતિ વિરાટ કોહલી અને તેની રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમના પ્લેયર ફાફ ડુપ્લેસી સાથેનો એક ફોટો શૅર કર્યો છે
અનુષ્કા શર્માએ હાલમાં જ પતિ વિરાટ કોહલી અને તેની રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમના પ્લેયર ફાફ ડુપ્લેસી સાથેનો એક ફોટો શૅર કર્યો છે. આ ત્રણ જણની ટીમને અનુષ્કાએ યુનિક નામ પણ આપ્યું છે. ફાફ ડુપ્લેસીએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે, જેમાં ત્રણે સાથે દેખાઈ રહ્યાં છે. આ ફોટોમાં વિરાટે ફની ફેસ બનાવ્યો છે અને અનુષ્કા સિરિયસ ગૅન્ગસ્ટર લુકમાં દેખાઈ રહી છે. આ બન્નેની પાછળ ડુપ્લેસી જોવા મળી રહ્યો છે. આ ત્રણેય ગ્રીન આઉટફિટમાં જોવા મળી રહ્યાં છે. ફોટો શૅર કરીને તેણે ટીમ ગ્રીન કૅપ્શન આપી હતી.
આ પોસ્ટને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કરીને વિરાટ કોહલીએ પૂછ્યું હતું કે ‘અનુષ્કા, આપણને શું કહીને બોલાવવામાં આવવું જોઈએ?’ વિરાટ કોહલીની સ્ટોરીને રી-શૅર કરીને અનુષ્કાએ કૅપ્શન આપી હતી કે ‘બૅન્ડ નેમ : ફ્રેશ લાઇમ સોડા.’

