અનુષ્કા શર્માનું કહેવું છે કે તેણે વેબ-શો ‘કાલા’માં જે મહેમાન ભૂમિકા ભજવી છે તે મસ્તી માટે ભજવી હતી.
અનુુષ્કા શર્મા
અનુષ્કા શર્માનું કહેવું છે કે તેણે વેબ-શો ‘કાલા’માં જે મહેમાન ભૂમિકા ભજવી છે તે મસ્તી માટે ભજવી હતી. આ શોમાં તે ગીત ‘ઘોડે પે સવાર’માં જોવા મળી હતી. આ વિશે વાત કરતાં અનુષ્કાએ કહ્યું કે ‘મેં આ ગીત મસ્તી માટે કર્યું હતું. એ પાછળ અન્ય કોઈ કારણ નથી, આ કરવાની મને ખૂબ જ મજા આવી હતી. મને એ જમાનાની ઍક્ટ્રેસનું પાત્ર ભજવવાની મજા આવી હતી અને લોકોનું રીઍક્શન જોઈને મને ખુશી થઈ છે. હું આશા નહોતી રાખી રહી કે લોકો મને આટલી પસંદ કરશે, પરંતુ મને આટલા લાંબા સમય બાદ સ્ક્રીન પર જોઈને લોકોએ પસંદ કરી એની મને ખુશી છે.’