હંમેશાં મસ્તીના મૂડમાં રહેનારી અનુષ્કા ખૂબ જ સ્પષ્ટરીતે પોતાની વાત રજૂ કરે છે. પણ તેને ગુસ્સે થતી ખૂબ જ ઓછી જોવા મળે છે. જો કે, હવે આ એક બ્રાન્ડે પોતાના વર્તનથી એક્ટ્રેસનો મૂડ બગાડ્યો છે.
અનુષ્કા શર્મા (ફાઈલ તસવીર)
બૉલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) અનુષ્કા શર્માને (Anushka Sharma) ગુસ્સો આવવો ખૂબ જ મોટી વાત છે. હંમેશાં મસ્તીના મૂડમાં રહેનારી અનુષ્કા ખૂબ જ સ્પષ્ટરીતે પોતાની વાત રજૂ કરે છે. પણ તેને ગુસ્સે થતી ખૂબ જ ઓછી જોવા મળે છે. જો કે, હવે આ એક બ્રાન્ડે પોતાના વર્તનથી એક્ટ્રેસનો મૂડ બગાડ્યો છે. આ માટે અનુષ્કાએ બ્રાન્ડ પર જબરજસ્ત ઊભરો પણ ઠાલવ્યો છે.
બ્રાન્ડે વગર પૂછ્યે શૅર કરી તસવીર
જાણીતી ક્લોદિંગ બ્રાન્ડ પૂમા (Puma)એ અનુષ્કા શર્માની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. આ તસવીરોમાં અનુષ્કાએ પૂમાના ટૉપ, કૉ ઑર્ડ સેટ અને જેકેટ પહેર્યા છે. આ તસવીરોને શૅર કરી બ્રાન્ડે પોતાના સેલ વિશે યૂઝર્સને જણાવ્યું. પણ પોતાની તસવીરોનો આ રીતે પ્રમોશનમાં ઉપયોગ થતો જોઈ અનુષ્કા ગુસ્સે થઈ છે, કારણકે આ માટે તેની પરવાનગી લેવામાં આવી નહોતી.
ADVERTISEMENT
રાતી પીળી થઈ એક્ટ્રેસ
આ વાત પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર પૂમાની પોસ્ટ શૅર કરીને અનુષ્કાએ લખી છે. તેણે પોસ્ટ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શૅર કરીને લખ્યું, "હેલો પૂમા ઈન્ડિયા. મને લાગે છે તમને એ ખબર હશે કે તમે મારી તસવીરોનો પ્રમોશન માટે મારી પરવાનગી વગર ઉપયોગ ન કરી શકો, કારણકે હું તમારી બ્રાન્ડ એમ્બેસેડર નથી. પ્લીઝ આ ખસેડી લો."
અનુષ્કાની આ પોસ્ટ જોયા બાદ તેના ફેન્સે પણ બ્રાન્ડને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. યૂઝર્સે કહ્યું કે અનુષ્કાએ બરાબર રીતે વખોડી આ બ્રાન્ડને. તો કેટલાક યૂઝર્સે કહ્યું કે બ્રાન્ડે અનુષ્કાની પરવાનગી લેવી જોઈતી હતી, તો કેટલાકે કહ્યું કે તેમણે આ પોસ્ટ ડિલીટ કરી દેવી જોઈએ.
આ પણ વાંચો : Virat Anushka Wedding Anniversary: જ્યારે અનુષ્કાએ વિરાટ વિશે કર્યો આ ખુલાસો...
આમ તો પૂમાની બ્રાન્ડ એમ્બેસેડર કરીના કપૂર ખાન છે. માનવામાં આવી રહ્યું છે કે અનુષ્કા શર્માનું પોસ્ટ કરવું એ પણ માર્કેટિંગની સ્ટ્રેટિજી હોઈ શકે છે, કારણકે એક્ટ્રેસના પતિ અને ક્રિકેટર વિરાટ કોહલીએ બ્રાન્ડની આ પોસ્ટ લાઈક કરી છે. હવે આગળ શું થશે એ જોવાનું છે. જો કે, પૂમાએ હજી સુધી પોસ્ટ ખસેડી નથી.