૨૦૧૭ની ૧૧ ડિસેમ્બરે અનુષ્કા અને વિરાટે લગ્ન કર્યાં હતાં
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનાં લગ્નને ગઈ કાલે પાંચ વર્ષ થયાં છે. એ નિમિત્તે અનુષ્કાએ હસબન્ડ વિરાટ સાથેના કેટલાક ફની ફોટો શૅર કર્યા છે. સાથે જ એ ફોટોને મજેદાર કૅપ્શન પણ આપી છે. ૨૦૨૧માં અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો હતો. તેનું નામ વામિકા રાખવામાં આવ્યું છે. દીકરીના જન્મ બાદથી તેણે બ્રેક લીધો છે. તે હવે સ્પોર્ટ્સ બાયોપિક ‘ચકડા એક્સપ્રેસ’માં દેખાવાની છે. ૨૦૧૭ની ૧૧ ડિસેમ્બરે અનુષ્કા અને વિરાટે લગ્ન કર્યાં હતાં. વિરાટ સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુષ્કા શર્માએ કૅપ્શન આપી હતી, ‘આજના દિવસ કરતાં સારો દિવસ કોઈ નથી કે જ્યારે હું આપણા આ લવલી ફોટોને પોસ્ટ કરું કે જેથી આપણે આપણા એ અદ્ભુત દિવસને સેલિબ્રેટ કરીએ. પહેલો ફોટો - હું જાણું છું કે હું હંમેશાં તારા પડખે ઊભી રહીશ. બીજો ફોટો - દિલમાં હંમેશાં આભારની લાગણી છે (બન્ને લકી છીએ). ત્રીજો ફોટો - મારા અસહ્ય લેબર-પેઇન બાદ તું બીજા દિવસે હૉસ્પિટલના બેડ પર આરામ કરતો હતો. ચોથો ફોટો - આપણી પસંદ એકસમાન છે. પાંચમો ફોટો - રૅન્ડમ ક્લિક કરેલો ફોટો. છઠ્ઠો ફોટો - તારા અનોખા એક્સપ્રેશનને કારણે મારા અનેક ફોટો પોસ્ટ કર્યા વગરના રહી જાય છે. સાતમો ફોટો - ચિયર્સ ટુ અસ. આજે, આવતી કાલે અને હંમેશાં તારા પર પ્રેમ વરસાવતી રહીશ.’