તેઓ પોતપોતાનાં ફાઉન્ડેશનને એક કરીને સાથે મળીને લોકકલ્યાણનાં કાર્ય કરશે
વિરાટ-અનુષ્કા
અનુષ્કા શર્માએ તેના હસબન્ડ વિરાટ કોહલી સાથે મળીને લોકોની સેવા કરવાનું નક્કી કર્યું છે. બન્ને પોતાનાં ફાઉન્ડેશન દ્વારા લોકોની મદદ કરતાં આવ્યાં છે. હવે તેઓ પોતપોતાનાં ફાઉન્ડેશનને એક કરીને સાથે મળીને લોકકલ્યાણનાં કાર્ય કરશે. એને માટે તેમણે સેવા નામની પહેલ શરૂ કરી છે. વિરાટ કોહલી સ્પોર્ટ્સમાં કરીઅર બનાવવા માગતા ખેલાડીઓને અને સાથે જ ઍથ્લીટ્સને પણ સ્પૉન્સર કરશે. બીજી તરફ અનુષ્કા પશુઓના કલ્યાણ માટે કામ કરશે, જે તે ઘણાં વર્ષોથી કરતી આવી છે. પોતાના આ નેક કામની માહિતી આપતાં અનુષ્કા અને વિરાટે કહ્યું કે ‘ખલીલ જિબ્રાનના શબ્દો અનુસાર ‘એક જીવન અન્ય જીવનને જીવન આપે છે. તમે જ્યારે દાતા બનો છો ત્યારે તમે પોતે જ એના સાક્ષી બનો છો. એ લાગણીને ધ્યાનમાં રાખતાં અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો ઉદ્દેશ રાખીને સાથે કામ કરવાનો નિર્ણય લીધો છે. સેવા પહેલ કોઈ એક મુદ્દા સુધી સીમિત નહીં રહે, કેમ કે એ માનવતાને ટેકો આપતાં સામાજિક કાર્યો કરવાનું ચાલુ રાખશે, જે આજના સમયની જરૂરિયાત છે.’