તેણે કહ્યું કે, "જોકે ૨૦૨૧માં હું છેવટે કંટાળી ગયો હતો. દરેક વસ્તુ પર અસર થઈ હતી. સાઉથના મારા ફ્રેન્ડ્સ તામિલ ફિલ્મ બનાવવા માટે મને ઇન્વાઇટ કરતા હતા."
અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપે એક સમયે નેગેટિવિટીને કારણે ફિલ્મમેકિંગ છોડવાનો નિર્ણય લીધો હતો. તેની ફિલ્મ ‘કેનેડી’નું કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થયું હતું. તેણે રામ ગોપાલ વર્માની ‘સત્યા’થી સ્ટોરી લખવાનું શરૂ કર્યું હતું. ફિલ્મમેકિંગ છોડવા વિશે અનુરાગ કશ્યપે કહ્યું કે ‘એકાદ-બે વર્ષ સુધી નેગેટિવિટીએ મારા પર ખૂબ માઠી અસર પાડી હતી. જોકે ૨૦૨૧માં હું છેવટે કંટાળી ગયો હતો. દરેક વસ્તુ પર અસર થઈ હતી. સાઉથના મારા ફ્રેન્ડ્સ તામિલ ફિલ્મ બનાવવા માટે મને ઇન્વાઇટ કરતા હતા. કેરલાના મારા ફ્રેન્ડે મને મલયાલમ ફિલ્મ બનાવવા કહ્યું હતું. આ સિવાય મને જર્મન અને ફ્રેન્ચ ફિલ્મો બનાવવાનું પણ આમંત્રણ મળ્યું હતું. પહેલી વાત તો એ કે મને ભાષાની સમજ નથી તો એ ફિલ્મ હું કઈ રીતે બનાવી શકું? એ બધી વસ્તુઓનો અનુભવ થતાં મને ફિલ્મમેકિંગ છોડવાનો વિચાર આવ્યો હતો. જોકે મને એ વાતની ખુશી છે કે હું અહીં ટકી રહ્યો. હવે મને નેગેટિવિટીથી કોઈ ફરક નથી પડતો. મારે કોઈને જસ્ટિફાય કરવાની જરૂર નથી. હું માત્ર ફિલ્મો બનાવવા માગું છું. હું માત્ર અને સતત લખવા જ માગું છું.’