ડિરેક્ટર અનુરાગ કશ્યપને (Anurag Kashyap) પોતાના સ્પષ્ટવક્તૃત્વ માટે જાણીતા છે. અનુરાગ શરૂઆતથી જ પોતાની વાત સ્પષ્ટતાથી કહેનારામાંના એક છે. અનુરાગ કશ્યપ શરૂઆતથી જ સેન્સરશિપ અને બૉયકૉટ બ્રિગેડથી લડતા રહે છે.
અનુરાગ કશ્યપ (ફાઈલ તસવીર)
ડિરેક્ટર અનુરાગ કશ્યપને (Anurag Kashyap) પોતાના સ્પષ્ટવક્તૃત્વ માટે જાણીતા છે. અનુરાગ શરૂઆતથી જ પોતાની વાત સ્પષ્ટતાથી કહેનારામાંના એક છે. અનુરાગ કશ્યપ શરૂઆતથી જ સેન્સરશિપ અને બૉયકૉટ બ્રિગેડથી લડતા રહે છે. હાલ ડિરેક્ટર પોતાની નવી ફિલ્મ `ઑલ્મોસ્ટ પ્યાર વિદ ડીજે મોહબ્બત`નું પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન અનુરાગ કશ્યપને એક મોટો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.
અનુરાગને કરાયો આ પ્રશ્ન
ગુરુવારે અનુરાગ કશ્યપ પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) હાલ કહ્યું કે કોઈપણ નેતા ઊઠીને કોઈપણ ફિલ્મ વિશે બોલવા માંડે છે અને આખો દિવસ ટીવી પર તે જ ચાલે છે. તો લોકોએ આવી કૉમેન્ટ કરતાં બચવું જોઈએ. એવામાં તમે શું કહેવા માગો છો. તમને શું લાગે છે બૉલિવૂડને બૉયકૉટ કરવાની અસર ઓછી થશે. લોકો તેમના મેસેજને ગંભીરતાથી લેશે, કારણકે આ પહેલા આટલા મોટા નેતાએ ક્યારેય કોઈ નિવેદન નથી આપ્યું.
ADVERTISEMENT
ડિરેક્ટરે આપ્યો આ જવાબ
અનુરાગ કશ્યપે આ સવાલના જવાબમાં કહ્યું , "આ તેમણે ચાર વર્ષ પહેલા કહ્યું હોત તો મને લાગે છે અસર થઈ હોત. હવે મને નથી લાગતું કે આ વાતની કોઈ અસર થાય. હવે વસ્તુઓ હાથમાંથી આગળ નીકળી ગઈ છે. અર્થ એ નથી કે હાલ કોઈ કોઈને સાંભળશે નહીં. જ્યારે તમે પક્ષપાત અને નફરતને સશક્ત કરો છો પોતાના મૌનથી... હવે તે એટલી વધારે સશક્ત થઈ ચૂકી છે કે મૉબ બહાર નીકળી ગયું છે."
બૉલિવૂડમાં બૉયકૉટનો ટ્રેન્ડ લાંબા સમયથી જોવા મળી રહ્યું છે. શાહરુખ ખાન અને સલમાન ખાન સિવાય આમિર ખાન અને અક્ષય કુમાર પણ આ ટ્રેન્ડનો ભોગ બની ચૂક્યા છે. બૉલિવૂડના અનેક સેલેબ્સને આ ટ્રેન્ડનું નુકસાન વેઠવું પડ્યું છે. એટલું જ નહીં, તેમના પર અલગ-અલગ આરોપ પણ સોશિયલ મીડિચા યૂઝર્સ મૂકતા હોય છે.
અનુરાગ કશ્યપની વાત કરીએ તો તે પહેલા પણ રાજનૈતિક મુદ્દા અને બૉલિવૂડ પર ધ્યાન આપી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીને લઈને પણ અનેક એવી વાતો તેમણે કહી છે જેને લઈને વિવાદ થયો છે. ફિલ્મોની વાત કરીએ તો તેમણે ગેંગ્સ ઑફ વાસેપુર, બ્લેક ફ્રાઈડે, અગલી, દોબારા સહિત અન્ય ફિલ્મો બનાવી છે. અનુરાગની નવી ફિલ્મ `ઑલ્મોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત`માં અલાયા એફ કામ કરી રહી છે. આ ફિલ્મ 3 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થશે.
`પઠાણ` પર ચાલી રહ્યો છે વિવાદ
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ `પઠાણ`ના ગીત `બેશરમ રંગ`ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મધ્યપ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રાએ દીપિકા પાદુકોણની `ભગવા બિકીની` સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે તેનાથી લોકોની માનસિકતા બગડે છે. આ સિવાય ફિલ્મમાં કેટલાક ડાયલૉગ્સ છે, જેને તાત્કાલિક અસરથી હટાવી દેવા જોઈએ.
આ પણ વાંચો : ફિલ્મો પર નાહકની કમેન્ટ કરી, સારાં કામ પર પાણી ન ફેરવી દો
ત્યાર બાદ વિશ્વ હિન્દુ પરિષદ, વીર શિવાજી જૂથે આ વિવાદમાં વિરોધ દર્શાવતા નારાજગી વ્યક્ત કરી હતી. બાદમાં મુસ્લિમ પક્ષ અને આરટીઆઈ કાર્યકર્તા દાનિશ ખાને પણ આ મામલે એન્ટ્રી લીધી હતી. આ સમગ્ર વિવાદ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ સુધી પણ પહોંચ્યો હતો.