વીસ વર્ષની ઉંમરમાં તેમણે R&AWના અન્ડરકવર તરીકે કામગીરી શરૂ કરી હતી.
અનુરાગ બાસુ અને દેશનાં જાસૂસ રવીન્દ્ર કૌશિક
ફિલ્મમેકર અનુરાગ બાસુ દેશનાં જાસૂસ રવીન્દ્ર કૌશિકની જાંબાઝ સ્ટોરીને ‘ધ બ્લૅક ટાઇગર’માં દેખાડવા માટે તૈયાર છે. વીસ વર્ષની ઉંમરમાં તેમણે R&AWના અન્ડરકવર તરીકે કામગીરી શરૂ કરી હતી. ૭૦થી ૮૦ના દાયકામાં તેમને દેશના બેસ્ટ જાસૂસ તરીકે ખિતાબ આપતાં એ વખતનાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમને ‘ધ બ્લૅક ટાઇગર’નું ઉપનામ આપ્યું હતું. રવીન્દ્ર કૌશિકે દેખાડેલી બહાદુરી હવે તમામ લોકો સુધી પહોંચાડવામાં આવશે. એ વિશે અનુરાગ બાસુએ કહ્યું કે ‘રવીન્દ્ર કૌશિકની સ્ટોરી સાહસ અને બહાદુરીથી ભરેલી છે. વીસ વર્ષની નાની ઉંમરે તેમણે ૭૦થી ૮૦ના દાયકામાં નૅશનલ અને ઇન્ટરનૅશનલ સ્તરે દેશની સલામતી માટે અગત્યની ભૂમિકા ભજવી હતી. આપણા ઇતિહાસમાં અનેક વસ્તુઓ હજી પણ છુપાયેલી અને ભુલાઈ ગયેલી છે. આ વિસરાઈ ગયેલા હીરોને ઓળખીને તેમના વિશે જાણવું આપણા માટે જરૂરી છે.’