અનુપમ ખેરે મિત્ર સતીશ કૌશિકના નામે જન્મદિવસની પોસ્ટ લખી છે. અભિનેતાને તેના જન્મદિવસ પર અભિનંદન આપતાં તેમણે લખ્યું છે કે તે આ દિવસને ધામધૂમથી ઊજવવાનો પ્રયત્ન કરશે
અનુપમ ખેરે શૅર કરેલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રેબ
બૉલીવૂડના સર્વશ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક સતીશ કૌશિક (Satish Kaushik)ની દુનિયામાંથી અચાનક વિદાય થવાથી આજે પણ લોકો દુ:ખી છે, પરંતુ આ દુ:ખની વચ્ચે અભિનેતાની જન્મજયંતી આવી ગઈ છે. જો સતીશ જીવતા હોત તો આજે તેમણે પોતાનો 67મો જન્મદિવસ (Satish Kaushik Birthday) ઊજવ્યો હોત. ભલે સતીશ કૌશિક હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમના મિત્ર અનુપમ ખેર (Anupam Kher) ચોક્કસપણે તેમના ખાસ દિવસની ઉજવણી કરી રહ્યા છે.
અનુપમ ખેરે મિત્ર સતીશ કૌશિકના નામે જન્મદિવસની પોસ્ટ લખી છે. અભિનેતાને તેના જન્મદિવસ પર અભિનંદન આપતાં તેમણે લખ્યું છે કે તે આ દિવસને ધામધૂમથી ઊજવવાનો પ્રયત્ન કરશે. અનુપમે કહ્યું કે સતીશ કૌશિકની પત્ની શશી અને તેમની પુત્રી વંશિકાની બાજુની સીટ અભિનેતા માટે ખાલી રાખવામાં આવશે. આ સિવાય અનુપમે એક વીડિયોમાં સતીશ સાથે વિતાવેલી કેટલીક સુંદર પળોને એકસાથે ટાંકી છે.
ADVERTISEMENT
View this post on Instagram
મોન્ટેજ વીડિયો શૅર કરતાં અનુપમ ખેરે લખ્યું છે કે, “મારા પ્રિય મિત્ર સતીશ કૌશિક. જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. આજે, બૈસાખીના દિવસે, તમે 67 વર્ષના થયા હોત, પરંતુ તમારા જીવનના 48 વર્ષ સુધી મને તમારો જન્મદિવસ ઊજવવાનું સૌભાગ્ય મળ્યું. તેથી જ મેં નક્કી કર્યું છે કે આજે સાંજે અમે તમારો જન્મદિવસ ભવ્ય રીતે ઊજવવાનો પ્રયાસ કરીશું. શશી અને વંશિકા સાથેની સીટ ખાલી રહેશે. તમે મારા મિત્ર અમને ઉજવણી કરતા જુઓ.”
ચાહકો થયા ભાવુક
તસવીરોમાં અનુપમ અને સતીશને અનેક પ્રસંગોએ સાથે પોઝ આપતા જોઈ શકાય છે. બોમન ઈરાની, અનિલ કપૂર, રાજપાલ યાદવ અને ગુલશન ગ્રોવર પણ તેની સાથે છે. આ સિવાય સતીશના કેટલાક ફની વીડિયો પણ મોન્ટેજમાં સામેલ છે. અનુપમ ખેર અને સતીશ કૌશિકનો વીડિયો જોઈને ફેન્સ ભાવુક થઈ રહ્યા છે. યુઝર્સ કહે છે કે “મિત્રો અનુપમ ખેર જેવા હોવા જોઈએ.” ઘણા મિત્રોએ સતીશના આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે. યુઝર્સ ઈચ્છે છે કે, “સતીશજી જ્યાં હોય ત્યાં ખુશ રહે.”
આ પણ વાંચો: મેટ ગાલામાં ડેબ્યુ કરશે આલિયા
9 માર્ચ, 2023ના રોજ, સતીશ કૌશિકે દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમનું દિલ્હીમાં અવસાન થયું છે. અભિનેતાની અચાનક વિદાયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. તેના મૃત્યુ બાદ તેની હત્યાની આશંકા પણ ઊઠી હતી, જેમાં સતીશના મિત્ર અને બિઝનેસમેન વિકાસ માલુની સંડોવણી બહાર આવી હતી. જોકે, વિકાસે પોતાના પર લાગેલા આ આરોપોને ખોટા ગણાવ્યા હતા.