આ તેમની ૫૩૨મી ફિલ્મ છે
‘કુછ ખટ્ટા હો જાએ’નું પોસ્ટર
અનુપમ ખેર ‘કુછ ખટ્ટા હો જાએ’માં ગુરુ રંધાવા સાથે દેખાવાના છે. આ તેમની ૫૩૨મી ફિલ્મ છે. તાજેતરમાં જ અનુપમ ખેરે જાહેરાત કરી હતી કે તેઓ ગુરુ રંધાવા સાથે બેસીને ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. આ ફિલ્મ દ્વારા ગુરુ રંધાવા ઍક્ટિંગમાં એન્ટ્રી કરી રહ્યો છે. ફિલ્મમાં સઈ માંજરેકર, ઇલા અરુણ, પરેશ ગણાત્રા અને પરિતોષ િત્રપાઠી પણ જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને
અનુપમ ખેરે કૅપ્શન આપી હતી, ‘ઝ્યાદા મીઠે સે કહીં શુગર ના હો જાએ.. આઇએ ‘કુછ ખટ્ટા હો જાએ’. આ મારી ૫૩૨મી ફિલ્મનું પોસ્ટર છે. પોતાની મીઠાશ અને આશીર્વાદ આવી રીતે જ અમારા પર કાયમ રાખજો. જય હો.’

