અનુપમ ખેર હવે ડિરેક્શનમાં પાછા ફરવા તૈયાર છે. તેમની ‘ઊંચાઈ’ હાલમાં રિલીઝ થઈ છે.
અનુપમ ખેર
અનુપમ ખેર હવે ડિરેક્શનમાં પાછા ફરવા તૈયાર છે. તેમની ‘ઊંચાઈ’ હાલમાં રિલીઝ થઈ છે. તેઓ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ સક્રિય ઍક્ટર છે. તેઓ ગોવામાં આયોજિત ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં હાજર રહ્યા હતા. ૨૦૦૨માં આવેલી ‘ઓમ જય જગદીશ’ને તેમણે ડિરેક્ટ કરી હતી. ફરીથી ડિરેક્ટરની જવાબદારી સંભાળવા વિશે અનુપમ ખેરે કહ્યું કે ‘મને ડિરેક્ટ કરવાનું ગમે છે. ઘણા સમય બાદ એક સ્ટોરી મારી પાસે આવી છે. મારી નીસ ઑટિસ્ટિક છે. મારી પાસે જે સ્ટોરી છે એ એક દાદા અને ઑટિસ્ટિક બીમારીથી પીડાતી તેની ગ્રૅન્ડ ડૉટરની છે. મારી પાસે એની રફ સ્ક્રિપ્ટ છે. એક વખત હું એને ફાઇનલી લખી લઈશ તો આ વર્ષના અંતે એનું શૂટિંગ શરૂ કરી દઈશ.’