અનુભવ સિંહાની આગામી ફિલ્મ જંગલ પર આધારિત?
અનુભવ સિંહા સોશ્યલ મુદ્દાઓ પર જોરદાર ફિલ્મો બનાવે છે. જોકે તેમની આગામી ફિલ્મ જંગલ પર આધારિત હોવાની ચર્ચા ચાલી રહી છે. તેઓ પૉલિટિકલ-ડ્રામા, ઍક્શન થ્રિલર અથવા તો એના જેવી ફિલ્મ પર કામ કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી હતી. જોકે તેમની આગામી ફિલ્મ જંગલ પર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમણે આ પ્રોજેક્ટ માટે જગ્યા શોધવાનું પણ શરૂ કરી દીધું હોવાનું લાગી રહ્યું છે. તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એ દેખાઈ આવે છે. અનુભવ સિંહા આ વિશે હાલમાં કોઈ પણ પ્રકારની જાહેરાત કરવા નથી માગતા. તેઓ એક વાર તમામ કામ પૂરું થઈ જાય ત્યાર બાદ આ વિશે જાહેરાત કરવા માગે છે. તેઓ વન્યજીવ પર આધારિત ફિલ્મ બનાવી રહ્યા છે. તેમણે આયુષ્માન ખુરાના સાથે એક ફિલ્મ લઈને આવશે એવી જાહેરાત કરી હતી. જોકે એ આ જ ફિલ્મ હોય એવું પણ બની શકે છે. જો એ સાચી વાત હોય તો તેઓ 2019ની ‘આર્ટિકલ 15’ બાદ ફરી સાથે કામ કરતા જોવા મળશે.

