અનુભવ સિન્હા કરશે એક રોમાન્ટિક ભોજપુરી નંબર 'બૈ બાબુનિ' લૉન્ચ!
અનુભવ સિન્હા કરશે એક રોમાન્ટિક ભોજપુરી નંબર 'બૈ બાબુનિ' લૉન્ચ!
મનોજ બાજપાઇ (Manoj Bajpayee) પર ફિલ્માવવામાં આવેલા ગીત 'બમ્બઇ મેં કા બા'ની જબરજસ્ત સફળતા પછી, ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હા ટી-સીરીઝના સહયોગથી બનારસ બીટ દ્વારા નિર્મિત એક અન્ય ભોજપુરી મ્યૂઝિક વીડિયો, 'બૈ બાબુનિ (Bae Babuni' રિલીઝ કરવા માટે ઉત્સાહિત છે.
અનુભવ સિન્હા દ્વારા તેમના હોમ પ્રૉડક્શન બેનર બનારસ બીટ હેઠળ રચિત તેમજ નિર્મિત અને અભય વર્મા પર ફિલ્માવવામાં આવેલું 'બૈ બાબુનિ' પહેલા ક્યારેય ન સાંભળેલું એક ભોજપુરી રોમાન્ટિંક નંબર બશે. બધાં સંગીત પ્રેમીઓને આશ્ચર્યચકિત કરતા, 'બૈ બાબુનિ' એક રોમાન્ટિક ટ્રેક છે, જેમાં યુવાન જોડીઓ વચ્ચે ખાટાં-મીઠાં ઝગડા દર્શાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ई ला। एक ठे और भोजपुरी गाना। हम वादा निभाईला। परसों आइ। #BaeBabuni pic.twitter.com/4KM5UxQfgH
— Anubhav Sinha (@anubhavsinha) October 31, 2020
અનુરાગ સૈકિયા દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યા અને ડૉ સાગર દ્વારા લિખિત તેમજ વિવેક હરિહરનના અવાજમાં 'બૈ બાબુનિ' 2 નવેમ્બર, 2020માં લૉન્ચ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર આ ખુશખબર શૅર કરતા, અનુભવ સિન્હા દ્વારા તાજેતરમાં જ ગીતનું પોસ્ટર લૉન્ચ કરવામાં આવ્યું છે.
ટી-સીરીઝના સહયોગથી અનુભવ સિન્હા દ્વારા પોતાના બેનર બનારસ બીટ હેઠળ નિર્મિત અને અભય વર્મા પર ફિલ્માવવામાં આવ્યું. 'બૈ બાબુનિ' 2 નવેમ્બર, 2020ના લૉન્ચ કરવામાં આવશે.

