પ્રાચીન ભારતની રૉયલ ડાન્સરનું પાત્ર તે વેબ-શોમાં ભજવતી જોવા મળશે
અંકિતા લોખંડે
અંકિતા લોખંડે હવે આમ્રપાલી બનવા જઈ રહી છે. ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ના પ્રોડ્યુસર સંદીપ સિંહ આ વેબ-શો બનાવી રહ્યા છે. પ્રાચીન ભારતમાં વૈશાલી રાજ્યમાં આમ્રપાલી એક રૉયલ ડાન્સર હતી. વૈશાલી રાજ્ય આજના જમાનાનું બિહાર છે. આમ્રપાલી તેની સુંદરતા, તેની ચતુરાઈ અને તેના ડાન્સ માટે ખૂબ જ જાણીતી હતી. તેના સમયમાં પૉલિટિક્સમાં પણ તેનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. તે જ્યારે ગૌતમ બુદ્ધને મળી ત્યારે તેણે બ્રહ્મચર્ય લેવાનું નક્કી કર્યું હતું અને તેની લક્ઝુરિયસ લાઇફ તેણે છોડી દીધી હતી. આ સિરીઝને પસંદ કરવા વિશે અંકિતા કહે છે, ‘હું મારા પ્રોજેક્ટને ખૂબ જ સમજી-વિચારીને પસંદ કરી રહી છું અને ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ બાદ હું ‘આમ્રપાલી’માં જોવા મળીશ. હું હજી પણ ઘણા સારા પ્રોજેક્ટને જલદી જ પસંદ કરીશ. ‘આમ્રપાલી’ મારા માટે અને દર્શકો માટે પણ સરપ્રાઇઝ છે. મને આશા છે કે હું લોકોની અપેક્ષા પર ખરી ઊતરી શકું.’