પાર્ટીમાં લાલ સાડી અને સનગ્લાસિસ પહેરેલી અંકિતા બહુ જ સુંદર લાગતી હતી. ચર્ચા પ્રમાણે પાર્ટીમાં અંકિતાએ પહેરેલા આ સનગ્લાસિસની કિંમત લગભગ ૪૦ હજાર રૂપિયા જેટલી હતી.
અંકિતા લોખંડે
ઍક્ટ્રેસ અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈને ૧૪ માર્ચે ધુળેટીના દિવસે એક મેગા હોળી પાર્ટીનું આયોજન કર્યું. આ પાર્ટીમાં ઇન્ડસ્ટ્રીના ઘણા મિત્રો અને પરિવારના સભ્યો પણ સામેલ થયા હતા. આ પાર્ટીના ઘણા વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. આ પાર્ટીમાં લાલ સાડી અને સનગ્લાસિસ પહેરેલી અંકિતા બહુ જ સુંદર લાગતી હતી. ચર્ચા પ્રમાણે પાર્ટીમાં અંકિતાએ પહેરેલા આ સનગ્લાસિસની કિંમત લગભગ ૪૦ હજાર રૂપિયા જેટલી હતી.

