અર્જુનની મમ્મી બનશે અંજલિ મુખી
અંજલિ મુખી
કલર્સ પર આવતી ‘નાતી પિંકી કી લંબી લવ સ્ટોરી’માં અર્જુનની મમ્મીના પાત્રમાં જોવા મળશે અંજલિ મુખી. પિન્કીના નિષ્ફળ રહેલા મૅરેજમાં તેણે જે સ્ટેપ લીધાં છે એના કારણે તેની લાઇફમાં ઘણી ચૅલેન્જિસ જોવા મળી હતી. તે હાલમાં અર્જુન અને તેની દાદીના સપોર્ટની સાથે લડી રહી છે. આ શોમાં અર્જુન હૉસ્પિટલમાં હોવાથી હવે તેની મમ્મી તરીકે રેવતી વેન્કટરામનની એન્ટ્રી પડી રહી છે જે પાત્ર અંજલિ મુખી ભજવી રહી છે. આ વિશે વધુ વાત કરતાં અંજલિ રેવતીએ કહ્યું હતું કે ‘રેવતીનું પાત્ર ખૂબ જ અદ્ભુત છે જે કદાચ અત્યાર સુધી ટેલિવિઝનમાં બહુ ઓછું જોવા મળ્યું હશે. મને ખુશી છે કે આ પાત્ર મને ઑફર થયું, કારણ કે એક ઍક્ટર તરીકે સતત નવું કામ કરવાની મારામાં એક ભૂખ છે. તે સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ, સુંદર અને વિટી હોવાની સાથે કલ્ચરને પણ ખૂબ જ મહત્ત્વ આપે છે. મારા દર્શકો રેવતી વેન્કટરામનના પાત્રમાં મને પસંદ કરે એવી આશા રાખું છું.’