એક્ટ્રેસ મલાઇકા અરોરાના પિતા અનિલ મહેતાના મૃત્યુના સમાચારે આખી ઇન્ડસ્ટ્રીને હચમચાવી મૂક્યા છે. 11 સપ્ટેમ્બર, બુધવારે સવારે લગભગ 9 વાગ્યે અનિલે આયેશા મેનર બિલ્ડિંગની પોતાની બાલકનીમાંથી કૂદીને આપઘાત કરી લીધો છે.
મલાઈકા અરોરા, અમૃતા અરોરા પિતા અનિલ મહેતા સાથે
એક્ટ્રેસ મલાઇકા અરોરાના પિતા અનિલ મહેતાના મૃત્યુના સમાચારે આખી ઇન્ડસ્ટ્રીને હચમચાવી મૂક્યા છે. 11 સપ્ટેમ્બર, બુધવારે સવારે લગભગ 9 વાગ્યે અનિલે આયેશા મેનર બિલ્ડિંગની પોતાની બાલકનીમાંથી કૂદીને આપઘાત કરી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે અનિલ મહેતા બીમાર હતા અને હેરાન પણ હતા. અનિલે પોતાના મૃત્યુ પહેલા સવારે દીકરી મલાઇકા અરોરા અને અમૃતા અરોરા સાથે વાત કરી હતી. તેમણે જીવનથી કંટાળી ગયા હોવા વિશે બન્નેને કહ્યું હતું. હવે તેમના મૃત્યુના કારણનો ખુલાસો થઈ ગયો છે.
અનિલ મહેતાના સુસાઈડની વાત સામે આવ્યા બાદ મુંબઈ પોલીસ બાન્દ્રા પહોંચી હતી. તેમની પાછળ ફૉરેન્સિક ટીમ પણ ત્યાં પહોંચી હતી. અનિલની ડેડ બૉડીને પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવી હતી. હવે પોસ્ટમાર્ટમ સાથે જોડાયેલી ડિટેલ્સ પણ સામે આવી છે. તેમાં તેના મૃત્યુના મુખ્ય કારણનો ખુલાસો થઈ ગયો છે.
ADVERTISEMENT
રાતે લગભગ 8 વાગ્યે અનિલ મહેતાનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું હતું. જે કલાકો સુધી ચાલ્યું. તેમના શરીરના વિસેરાને સાચવીને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. આ વધુ તપાસમાં મદદ કરશે. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ અનિલ મહેતાના મૃત્યુ અંગે કેટલાક ખુલાસા થયા છે. રિપોર્ટ અનુસાર, અનિલનું શરીર પર અનેક ઈજાના કારણે મોત થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ અનિલ મહેતાનો મૃતદેહ મલાઈકા અરોરાના પરિવારને પરત કરવામાં આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કાર આજે થવાના છે.
પરિવારે નિવેદન જાહેર કર્યું હતું
મલાઈકા અરોરા અને તેના પરિવારે અનિલ મહેતાના નિધન પર સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું. તેણે તેમાં કહ્યું હતું કે, `અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અમારા પ્રેમાળ પિતા અનિલ કુલદીપ મહેતા નથી રહ્યા. તે એક નમ્ર માણસ, સારા દાદા, પ્રેમાળ પતિ અને અમારા શ્રેષ્ઠ મિત્ર હતા. અમારા પરિવારને ખૂબ જ આઘાત લાગ્યો છે અને અમે આ મુશ્કેલ સમયમાં મીડિયા અને અમારા શુભેચ્છકો પાસેથી ગોપનીયતાની વિનંતી કરીએ છીએ. અમે તમારી સમજણ, સમર્થન અને આદરની પ્રશંસા કરીએ છીએ. આભાર, જોયસ, મલાઈકા, અમૃતા, શકીલ, અરહાન, અઝાન, રેયાન, કેસ્પર, ડફી, બડી.
આપઘાત પહેલા દીકરીઓને બોલાવી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાએ આત્મહત્યા કરતા પહેલા 11 સપ્ટેમ્બરની સવારે તેમની બે પુત્રીઓ મલાઈકા અને અમૃતા સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન અનિલે કહ્યું હતું કે, `હું બીમાર અને થાકી ગયો છું. જ્યારે અનિલે આત્મહત્યા કરી ત્યારે મલાઈકાની માતા ઘરે હતી. અનિલે તેની બંને દીકરીઓને કહ્યું કે તે બીમારીથી પરેશાન છે. સિગારેટ પીવાના નામે તેણે બાલ્કનીમાં જઈને આત્મહત્યા કરી લીધી.
જૉયસને હતી શંકા
અનિલ મહેતા બાંદ્રામાં આયેશા મનોર બિલ્ડીંગના છઠ્ઠા માળે રહેતા હતા. મલાઈકા અરોરાની માતા જોયસ પણ આ જ બિલ્ડિંગમાં આ જ ફ્લોર પર રહે છે. 11મી સપ્ટેમ્બરે સવારે અનિલ તેને હેલો કહેવા આવ્યો નહોતો. આ બંનેની દિનચર્યા હતી. આ કારણે તેને લાગ્યું કે કંઈક ખોટું છે. અનિલ મહેતાના આકસ્મિક નિધનથી મલાઈકા અરોરા અને તેનો પરિવાર ઊંડા આઘાતમાં છે. પિતાની આત્મહત્યા સમયે અભિનેત્રી પુણેમાં હતી. આ સમાચાર મળતાં જ તે મુંબઈ આવી ગઈ અને ત્યારથી તે તેના પરિવાર સાથે છે. અનિલ મહેતાના અંતિમ સંસ્કાર 12 સપ્ટેમ્બરે થવાના છે, જેના માટે સિતારાઓ સ્મશાન પહોંચ્યા છે.