હું સ્પર્ધાત્મક છું, પરંતુ ભ્રમમાં નથી રહેતો: અનિલ કપૂર
અનિલ કપૂર
અનિલ કપૂરનું કહેવું છે કે તે રિયલિસ્ટિક સ્પર્ધામાં માને છે. તેણે ચાર દાયકા જેટલો સમય બૉલીવુડમાં પસાર કર્યો છે. ૧૯૭૯માં આવેલી ‘હમારે તુમ્હારે’માં તેણે નાનકડી ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ ‘વોહ 7 દિન’થી તેની નોંધ લેવામાં આવી હતી. ત્યારથી માંડીને અત્યાર સુધી તે ફિલ્મોમાં સક્રિય છે. વિવિધ ફિલ્મોનાં માધ્યમથી તેણે પોતાની વર્સેટાલિટી સાબિત કરી છે. ૬૪ વર્ષના અનિલ કપૂરનો જુસ્સો જુવાનિયાઓને પણ શરમાવે એવો છે. કૉમ્પિટિશન વિશે અનિલ કપૂરે કહ્યું હતું કે ‘હું કૉમ્પિટિટીવ છું અને મારું માનવું છે કે દરેકે કૉમ્પિટિટીવ બનવું જોઈએ, જોકે સકારાત્મક રીતે. હું સ્પર્ધાત્મક તો છું, પરંતુ મારી જાતને લઈને કોઈ ભ્રમમાં નથી રહેતો. તમારે રિયલિસ્ટિક અને કૉમ્પિટિટીવ બનવું જોઈએ. એથી હું યથાર્થવાદી કૉમ્પિટિટીવ છું.’

