પત્ની સાથે તાજ મહલ જઈને અનિલ કપૂરે શૅર કરી પ્રેમની ફિલોસૉફી
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
અનિલ કપૂરે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર પત્ની સુનીતા સાથેના તાજ મહલની મુલાકાતના ફોટો શૅર કર્યા હતા. અનિલ અને સુનીતાની પ્રેમના પ્રતીક તાજ મહલની મુલાકાતનું નિમિત્ત શું હતું એની સ્પષ્ટતા તેમણે નહોતી કરી. ૬૭ વર્ષના અનિલ કપૂર અને ૫૯ વર્ષનાં સુનીતા કપૂરે ૧૯મેએ લગ્નની ચાળીસમી વર્ષગાંઠ ઊજવી હતી. આ તસવીરો શૅર કરીને અનિલ કપૂરે એક બ્રિટિશ લેખકને ટાંકીને પ્રેમ વિશેની ઊંડી વાત લખી છે : કદાચ એ વાત સાચી છે કે હકીકતમાં ત્યાં સુધી આપણું કોઈ અસ્તિત્વ નથી જ્યાં સુધી કોઈ આપણું અસ્તિત્વ જોવા હાજર ન હોય, આપણા કહેવાનો મર્મ શું છે એ સમજવાવાળું કોઈ ન હોય ત્યાં સુધી આપણે ઠીકથી બોલી નથી શકતા, જ્યાં સુધી આપણને કોઈ પ્રેમ નથી કરતું ત્યાં સુધી આપણે પૂર્ણરૂપે જીવિત નથી.