અંગદ બેદીનું કહેવું છે કે હું રોમૅન્ટિક રોલ કરી શકું છે એવી કલ્પના મેકર્સને નહોતી. તેણે વેબ-સિરીઝ ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં મૃણાલ ઠાકુર સાથે રોમૅન્ટિક રોલ કર્યો હતો.
અંગદ બેદી
અંગદ બેદીનું કહેવું છે કે હું રોમૅન્ટિક રોલ કરી શકું છે એવી કલ્પના મેકર્સને નહોતી. તેણે વેબ-સિરીઝ ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં મૃણાલ ઠાકુર સાથે રોમૅન્ટિક રોલ કર્યો હતો. સાથે જ ફિલ્મ ‘ઘુમર’માં તે સૈયામી ખેર સાથે જોવા મળ્યો હતો. રોમૅન્ટિક રોલ વિશે અંગદે કહ્યું કે ‘રોમૅન્ટિક રોલ હંમેશાં મારો ફેવરિટ રહ્યો છે. મને એ વાતની ખુશી છે કે મારા રોલને પૉઝિટિવ રિસ્પૉન્સ મળ્યો છે. આ એક એવું જોનર છે જેમાં વિવિધ ઇમોશન્સ જોવા મળે છે. મારા પાત્રને સાકાર કરવા માટે મને જે તક મળી એનો હું આભારી છું. લાંબા વખતથી મેકર્સને પણ કલ્પના નહોતી કે હું આવા રોલ કરી શકું છું, કારણ કે મેં ગ્રે શેડ્સથી નેગેટિવ પાર્ટ પણ ભજવ્યા છે, એથી માચો ઇમેજ સફળ રહી. મારે ખરેખર એમાંથી બહાર નીકળવાની જરૂર હતી, કેમ કે હું ચોક્કસ પ્રકારના રોલ દ્વારા ઓળખાવા નહોતો માગતો. હું દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કરવાની સાથે બધા જ ફિલ્મમેકર્સ સાથે કામ કરવા માગું છું.’

