આદિત્ય ચોપડાએ ઇન્ડસ્ટ્રીને રણવીર સિંહ, અનુષ્કા શર્મા અને આયુષમાન ખુરાના જેવા સ્ટાર્સ આપ્યા છે
અનન્યા પાન્ડેનો કઝિન અહાન પાન્ડે
અનન્યા પાન્ડેનો કઝિન અહાન પાન્ડે યશરાજ ફિલ્મ્સ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરવાનો છે. આદિત્ય ચોપડા તેને માર્ગદર્શન આપી રહ્યો છે. તે છેલ્લાં ત્રણ વર્ષથી ગ્રૂમિંગની ટ્રેઇનિંગ લઈ રહ્યો છે. આદિત્ય ચોપડાએ ઇન્ડસ્ટ્રીને રણવીર સિંહ, અનુષ્કા શર્મા અને આયુષમાન ખુરાના જેવા સ્ટાર્સ આપ્યા છે. એથી અહાન એક મજબૂત દાવેદાર છે. સૌની નજર તેના પર રહેશે કે તેનો પર્ફોર્મન્સ કેવો રહેશે. અહાન પોતાની ઍક્ટિંગ સ્કિલ પર વધુ ધ્યાન આપી રહ્યો છે. તે પબ્લિકની નજરોથી પણ દૂર રહે છે, કારણ કે યશરાજ ફિલ્મ્સ હંમેશાં ટૅલન્ટ અને પ્રામાણિકતાને દાવ પર લગાવે છે. જોકે હજી સુધી જાણવા નથી મળ્યું કે અહાન કયા પ્રોજેક્ટ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરવાનો છે.