આ વાત તેણે જેદ્દાહમાં આયોજિત રેડ સી ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કહી છે. ઍક્ટર બનવાની ઇચ્છા તેને ‘કભી ખુશી કભી ગમ’ અને ‘કુછ કુછ હોતા હૈ’ જોયા પછી થઈ હતી.
અનન્યા પાંડે
અનન્યા પાન્ડેએ ઇચ્છા વ્યક્ત કરી છે કે તેને ક્વીન્ટિન ટૅરન્ટિનોની ‘લાસ્ટ ફિલ્મ’માં કામ કરવું છે. આ વાત તેણે જેદ્દાહમાં આયોજિત રેડ સી ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કહી છે. ઍક્ટર બનવાની ઇચ્છા તેને ‘કભી ખુશી કભી ગમ’ અને ‘કુછ કુછ હોતા હૈ’ જોયા પછી થઈ હતી. એ વિશે અનન્યાએ કહ્યું કે ‘એ બૉલીવુડની મોટી ફિલ્મ હતી. હું એને રીક્રીએટ કરીને તેનો ડાન્સ કરતાં અને એનાં ગીતો ગાતાં હું મોટી થઈ છું અને એને કારણે જ હું ઍક્ટ્રેસ બનવા પ્રેરિત થઈ હતી.’ તેને પૂછવામાં આવ્યું હતું કે કયા ડિરેક્ટર સાથે તારે કામ કરવું છે? એનો જવાબ આપતાં અનન્યાએ કહ્યું કે ‘ઇન્ડિયન ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી સાથે મારે કામ કરવું છે. જો ગ્લોબલી વાત કરું તો ક્વીન્ટિન ટૅરન્ટિનો સાથે. મેં સાંભળ્યું છે કે તેઓ ‘લાસ્ટ ફિલ્મ’ બનાવી રહ્યા છે અને મારે કોઈ પણ રીતે તેમની એ ફિલ્મમાં કામ કરવું છે.’

