નેટફ્લિક્સ પર આવી રહેલો કોર્ટરૂમ કૉમેડી શો ‘મામલા લીગલ હૈ’માં અનંતે વિશ્વાસ પાંડેનું પાત્ર ભજવ્યું છે.
અનંત જોશી
અનંત જોષીનું કહેવું છે કે તેમનું દિલ્હીનું શૂટિંગ એક પિકનિક સ્પૉટ બની ગયું હતું. નેટફ્લિક્સ પર આવી રહેલો કોર્ટરૂમ કૉમેડી શો ‘મામલા લીગલ હૈ’માં અનંતે વિશ્વાસ પાંડેનું પાત્ર ભજવ્યું છે. આ વિશે વાત કરતાં અનંત જોષીએ કહ્યું કે ‘અમારું દિલ્હીનું શૂટિંગ એક પિકનિક જેવું બની ગયું હતું. શોમાં ઍક્ટર જેટલા મનોરંજક હતા એટલા જ તેઓ ઑફ-સેટ પણ હતા. તેઓ હસી-હસાવીને માહોલને હળવો બનાવી દેતા હતા. રવિ કિશનની નૉનસ્ટોપ ચટર-પટર અમને ખૂબ જ હસાવતી હતી. નિધિનું કૉમિક ટાઇમિંગ જોરદાર છે. નેલા અગરવાલનો પણ એક અલગ અંદાજ છે. ઑફ-સ્ક્રીન એનર્જીને ઑન સ્ક્રીન ખૂબ જ સારી રીતે ટ્રાન્સલેટ કરવામાં આવતી હતી. અમારા માટે એ એક સેટ કરતાં એક ફૅમિલી જેવું વધુ હતું. અમારુ જેન્યુઇન કનેક્શન ઑન-સ્ક્રીન ખૂબ જ સ્પેશ્યલ હતું.’