અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન (Anant Ambani Radhika Merchant Wedding)નો પ્રસંગ છે, જેમાં સામેલ થવાં ઘણી સેલિબ્રિટીઓ, ફિલ્મ સ્ટાર્સ અને હોલિવૂડની મોટી હસ્તીઓ જામનગર પહોંચી છે.
સલમાન ખાન અને સિંગર રિહાનાનું જામનગરમાં આગમન
કી હાઇલાઇટ્સ
- મહેમાનોનું સ્વાગત કરવા જામનગર પણ સજ્યું દુલ્હન જેમ
- સલમાન ખાન, સિંગર રિહાના અને અર્જુન કપૂર પહોંચ્યાં જામનગર
- 1 માર્ચથી 3 માર્ચની વચ્ચે તેમના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન
Anant Ambani Radhika Merchant Wedding: ગુજરાતના જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઈવેન્ટ યોજાવા જઈ રહી છે જેમાં બૉલીવુડથી લઈને હોલીવુડ સુધીની તમામ હસ્તીઓ ભાગ લઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનનો પ્રસંગ છે, જેમાં ઘણી સેલિબ્રિટીઓ, ફિલ્મ સ્ટાર્સ અને હોલિવૂડની મોટી હસ્તીઓ પણ આવવા લાગી છે. આ અવસર પર જ્યાં બોલિવૂડના સલમાન ખાન જામનગર પહોંચ્યા છે તો હોલીવૂડની લોકપ્રિય સિંગર રિહાના તેની ટીમ સાથે જશ્નને વધુ ઉત્સાહિત બનાવવા પહોંચી છે. આવો આ પ્રસંગની તસવીરો જોઈએ, જામનગરની ધરતી પર કયા સિતારાઓ પહોંચ્યા.