Anand Pandit’s 60th Birthday Bash: આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. આ સાથે જ તેઓએ ભાવુક થઈને પોતાના અંતરથી શુભેચ્છા સંદેશ આપ્યો હતો.
અમિતાભ બચ્ચન અને આનંદ પંડિત
કી હાઇલાઇટ્સ
- અમિતાભ બચ્ચને આનંદ પંડિત માટે ભાષણ કર્યું હતું ત્યારે તેઓ ઈમોશનલ થઈ ગયા હતા
- બિગ બીએ પોતાના ભાષણમાં પિતા હરિવંશ રાય બચ્ચનનો કર્યો ઉલ્લેખ
- અમિતાભે કહ્યું કે, "આનંદ ભાઈ એવી વ્યક્તિ છે જે હંમેશા તેમની આનંદ લઈને આવે છે"
આનંદ પંડિતની પાર્ટી (Anand Pandit’s 60th Birthday Bash) ભવ્યતાથી ઉજવાઇ ગઈ. આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. આ સાથે જ તેઓએ ભાવુક થઈને પોતાના અંતરથી શુભેચ્છા સંદેશ આપ્યો હતો. આનંદ પંડિતના જન્મદિવસની ઉજવણીમાં તેઓ પુત્ર અભિષેક બચ્ચન સાથે ખાસ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
સુપરસ્ટાર અમિતાભ બચ્ચને આનંદ પંડિતના 60માં જન્મદિવસના અવસર (Anand Pandit’s 60th Birthday Bash) પર તેઓને મિત્ર ભાવે અભિનંદન પાઠવ્યા હતા. આમ તો, આનંદ પંડિત માટે તો આ ખાસ ક્ષણ હતી કારણકે બિગ બીની `ત્રિશૂલ` તેમની માટે પ્રેરણા છે. આનંદ પંડિતની પાર્ટી આ વર્ષની સૌથી મોટી શોબિઝ પાર્ટી બની રહી.
આનંદ પંડિતની પાર્ટી આ રીતે ઉજવાઇ
આનંદ પંડિતના 60મા જન્મદિવસ અને તેની રિયલ એસ્ટેટ કંપની લોટસ ડેવલપર્સના બે સફળ દાયકાઓ પૂરા થવાના પ્રસંગે આ ઉજવણી (Anand Pandit’s 60th Birthday Bash) કરવામાં આવી હતી ત્યારે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ ખાસ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ ઉજવણી પ્રસંગે કેક પણ કાપવામાં આવી હતી.
અમિતાભ બચ્ચન થયાં ભાવુક
અમિતાભ બચ્ચને તેમના નજીકના મિત્ર અને નિર્માતા આનંદ પંડિત માટે ભાષણ કર્યું હતું ત્યારે તેઓ ઈમોશનલ થઈ ગયા હતા. બિગ બીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે "તમે મારા ખૂબ વખાણ કર્યા છે પણ મને નથી લાગતું કે હું આ પ્રશંસાને લાયક છું. જેમ કે મારા પિતા હંમેશા કહેતાં કે `મને પ્રખ્યાત થવાની કોઈ ઈચ્છા નથી. તમે મને ઓળખો તે પૂરતું છે.` તમે કહ્યું હતું કે તમે `ત્રિશૂલ`માં વિજયના પાત્રથી ખૂબ જ પ્રેરિત છો, પરંતુ તે પાત્રના પડઘાનો શ્રેય મને નહીં પણ લેખકોને જ જાય છે." આ રીતે બિગ બીએ પોતાના ભાષણમાં પિતાને યાદ કર્યા હતા.
આનંદ પંડિત વિશે બોલતા અમિતાભે કહ્યું કે, "આનંદ ભાઈ એવી વ્યક્તિ છે જે હંમેશા તેમની સાથે ઘણો આશાવાદ અને આનંદ લઈને આવે છે. તેઓ કોઈ પણ સમસ્યાનો સામનો કરી શકે છે, પરંતુ તેમની હાજરી માત્રથી તેઓ અંધકારને દૂર કરી શકે છે. તેમની પાસે ઘણી નમ્રતા અને સાલસતા છે. તેઓ ખૂબ જ મૈત્રીપૂર્ણ છે, ખૂબ જ આદરણીય વ્યક્તિ છે અને તેમણે તેમનું જીવન ખૂબ જ શિસ્ત સાથે જીવ્યું છે. હું માનું છું કે આનંદ ભાઈ તેમના પિતાના સાચા વારસદાર અને લાયક પુત્ર છે. તેમના માતાપિતાના આશીર્વાદને કારણે જ તેઓ આજે આનંદ પંડિત તરીકે ઓળખાય છે. આ ખાસ દિવસે તેમને મારા હૃદયપૂર્વક અભિનંદન."
આનંદ પંડિતની પાર્ટી (Anand Pandit’s 60th Birthday Bash)માં અન્ય સેલેબ્સમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, હૃતિક રોશન, અભિષેક બચ્ચન, કાર્તિક આર્યન, જેકી અને ટાઇગર શ્રોફ તેમ જ અન્ય સેલેબ્સ પણ હાજર રહ્યા હતા.