Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આનંદ મહિન્દ્ર વગર શક્ય નહોતી પ્રભાસની ફિલ્મ

આનંદ મહિન્દ્ર વગર શક્ય નહોતી પ્રભાસની ફિલ્મ

24 May, 2024 11:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલ્કિ 2898 ADમાં ભૈરવાનું પાત્ર જે કાર બુજ્જી ચલાવે છે એ તેમની ટીમ દ્વારા બનાવવામાં આવી છે

આ કારને બુધવારે રાતે હૈદરાબાદમાં ફિલ્મનું એક મહત્ત્વનું પાત્ર હોય એ રીતે લૉન્ચ કરવામાં આવી હતી

આ કારને બુધવારે રાતે હૈદરાબાદમાં ફિલ્મનું એક મહત્ત્વનું પાત્ર હોય એ રીતે લૉન્ચ કરવામાં આવી હતી


પ્રભાસની ‘કલ્કિ 2898 AD’ ફિલ્મ આનંદ મહિન્દ્ર વગર બનાવવાનું શક્ય ન બન્યું હોત. મહિન્દ્ર ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્ર દ્વારા પ્રભાસનું પાત્ર ભૈરવા જે કાર ચલાવે છે એ બનાવવામાં આવી છે. આ કારનું નામ ફિલ્મમાં ‘બુજ્જી’ રાખવામાં આવ્યું છે. આ કારને બુધવારે રાતે હૈદરાબાદમાં ફિલ્મનું એક મહત્ત્વનું પાત્ર હોય એ રીતે લૉન્ચ કરવામાં આવી હતી. આ ફિલ્મને સાઉથના ડિરેક્ટર નાગ અશ્વિન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ પાત્ર વિશે સોશ્યલ મીડિયા પર આનંદ મહિન્દ્રએ ટ્વીટ કર્યું હતું કે ‘નાગ અશ્વિન અને તેના સાથી ફિલ્મમેકર્સ પર અમને ખૂબ જ ગર્વ છે જેઓ અલગ વિચારતાં ડરતા નથી. મારો મતલબ તેઓ ખૂબ જ અલગ પ્રકારનું વિચારનારા છે. ચેન્નઈમાં આવેલી અમારી મહિન્દ્ર રિસર્ચ ટીમે આ ફ્યુચરિસ્ટિક વેહિકલ બનાવવા માટે ‘કલ્કિ...’ ટીમની મદદ કરી હતી. આ વેહિકલમાં બે મહિન્દ્ર ઈ-મોટર્સનો ઉપયોગ થયો છે અને એના કૉન્ફિગરેશન, આર્કિટેક્ચર અને અદ્ભુત પર્ફોર્મન્સ માટે અમે તેમની મદદ કરી હતી.’


આ ટ્વીટનો જવાબ આપતાં નાગ અશ્વિને ટ્વીટ કર્યું હતું કે ‘અશક્ય સપનું જોવામાં અને એને પૂરું કરવામાં મદદ કરવા માટે તમારો આભાર સર. અમારી ‘બુજ્જી’ને ઊડવા માટે તમે પાંખ (ટાયર્સ) આપી છે.’



બિગ બી અને કમલ હાસન સાથે કામ કરીને પોતાને લકી માને છે પ્રભાસ


પ્રભાસની ‘કલ્કિ 2898 AD’ ૨૭ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. ફિલ્મમાં ભૈરવાના રોલમાં પ્રભાસ અને અશ્વત્થામાના રોલમાં અમિતાભ બચ્ચન જોવા મળશે. કમલ હાસન અને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો અનુભવ શૅર કરતાં પ્રભાસ કહે છે, ‘અમિતાભ સર અને કમલ સર ‘કલ્કિ 2898 AD’માં કામ કરવા માટે તૈયાર થયા એ માટે હું તેમનો આભાર માનું છું. આખા ભારતના લોકો માટે તેઓ પ્રેરણા સમાન છે. આ બન્ને લેજન્ડ્સ સાથે કામ કરવાની તક મને મળી એથી હું પોતાને નસીબદાર માનું છું. અમિતાભ સર ઉત્તર પ્રદેશના છે. સાઉથમાં પણ વિશાળ પ્રમાણમાં તેમના ફૅન્સ છે. કમલ સર પણ મોટા સ્ટાર છે. આખા ભારતમાં તેમના ફૅન્સ છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2024 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK