ફિલ્મ પઠાણ (Pathaan)ની સફળતા બાદ એક્ટરે એ સાબિત કરી દીધું છે કે તેમને આખરે બૉલિવૂડના કિંગ ખાન (Shah Rukh Khan) કેમ કહેવામાં આવે છે.
Pathaan
ફાઈલ તસવીર
બૉલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન (Shah Rukh Khan)એ ચાર વર્ષના લાંબા સમય બાદ મોટા પડદે કમબૅક કર્યું છે. ફિલ્મ પઠાણ (Pathaan)ની સફળતા બાદ એક્ટરે એ સાબિત કરી દીધું છે કે તેમને આખરે બૉલિવૂડના કિંગ ખાન (Shah Rukh Khan) કેમ કહેવામાં આવે છે. એ તો બધા જ જાણે છે કે, શાહરુખ ખાનની કમબૅક ફિલ્મ, `પઠાણ 2023` (Shah Rukh Khan 2023)ની પહેલી બ્લૉકબસ્ટર બની ગઈ છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2023ના રિલીઝ થઈ હતી અને 7 દિવસમાં આણે વિશ્વભરમાં બૉક્સ ઑફિસ પર 600 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. શાહરુખ ખાનના ફેન્સ માટે આ હકિકતે ખૂબ જ આનંદની વાત છે કે તેમના ગમતા સ્ટારે પોતાના કરિઅરની સૌથી મોટી હિટ આપી છે. તેમના ફેન્સ સિવાય, અમૂલ ઈન્ડિયાએ પણ તાજેતરમાં પઠાણની સફળતાનો ઉત્સવ એક નવા વિષય સાથે ઊજવ્યો છે.
અમૂલ ઈન્ડિયાએ ટ્વિટર પર પઠાણ માટે એક પોસ્ટ શૅર કરી અને લખ્યું, "#અમૂલ ટૉપિકલ: બૉલિવૂડના બાદશાહે બ્લૉકબસ્ટર સાથે કમબૅક કર્યું." સાથે જ અમૂલ ઈન્ડિયાએ એક તસવીર પણ શૅર કરી જેમાં, ડેરી ઉત્પાદનોના બ્રાન્ડે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણનું એક એનિમેટેડ વર્ઝન બનાવ્યું. શૅર કરેલી તસવીરોમાં બન્ને સ્ટાર્સને કંપની દ્વારા લખવામાં આવેલા ફન્કી ગીતો પર ડાન્સ કરતા જોઈ શકાય છે. જો કે, આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થ રહ્યું છે અને ચાહકો પણ આને જોઈને ડાન્સ કરી રહ્યા છે.
ADVERTISEMENT
#Amul Topical: The Badshah of Bollywood makes comeback with blockbuster! pic.twitter.com/ITqbCivask
— Amul.coop (@Amul_Coop) February 1, 2023
પઠાણની સફળતા પર અમૂલ ઈન્ડિયાએ ટ્વીટ પર અનેક નેટિઝન્સે પોતાના રિએક્શન આપ્યા છે, એક યૂઝરે ટ્વીટ કર્યું, "આ એડ જોઈને તો અમે પણ ઝૂમવા માંડ્યા." એક અન્ય યૂઝરે લખ્યું, "એક સમય સિલ્વર સ્ક્રીન પર ફિલ્મને હિટ જાહેર કરવામાં 25 અઠવાડિયાથી ઓછોમાં ઓછો સમય લાગતો હતો... હાલ ફિલ્મની રિલીઝ થતા પહેલા તે પોતાને ટિકિટ વેચી રહ્યા છે અને આને હિટ જાહેર કરી રહ્યા છે."
આ પણ વાંચો : ‘પઠાન’માં અમે અમર, અકબર અને ઍન્થની જેવા છીએ : શાહરુખ ખાન
ફિલ્મ પઠાણની વાત કરીએ તો, ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. આમાં દીપિકા પાદુકોણ, જૉન અબ્રાહમ, ડિમ્પલ કપાડિયા, આશુતોષ રાણા, એકતા કૌલ અને સલમાન ખાન પણ મહત્વની ભૂમિકાઓમાં છે. જણાવવાનું કે પઠાણને હિન્દી, તામિલ અને તેલુગુમાં સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી.