ફોર મોર શૉટ્સ પ્લીઝ 3નું શૂટિંગ શરૂ કર્યું અમ્રિતા પુરીએ
ફોર મોર શૉટ્સ પ્લીઝ 3નું શૂટિંગ શરૂ કર્યું અમ્રિતા પુરીએ
અમ્રિતા પુરીએ ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ની સીઝન ૩નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ વેબ-સિરીઝમાં તેની સાથે કીર્તિ કુલ્હારી, સયાની ગુપ્તા, બાની જે. અને માનવી ગાગરુ પણ કામ કરી રહી છે. તનિષ્ઠા ચૅટરજી આ સીઝનના તમામ એપિસોડ ડિરેક્ટ કરશે. શૂટિંગ શરૂ થતાં પોતાની ખુશી વ્યક્ત કરતાં અમ્રિતા પુરીએ કહ્યું હતું કે ‘ખૂબ લાંબી રાહ જોવી પડી હતી. અમે ગયા વર્ષે જ શૂટિંગ શરૂ કરવાનાં હતાં, પરંતુ
કોરોનાને કારણે બધાના પ્લાન ઠપ થઈ ગયા હતા. ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ની ફૅમિલીને ફરીથી મળવું ખૂબ આનંદદાયક લાગ્યું. અમે ૨૦૧૭થી સાથે કામ કરતાં આવ્યાં છીએ. એથી કાસ્ટ અને પ્રોડ્યુસરો સાથે અમારા બધાનો સારો સંબંધ બંધાઈ ગયો છે. માત્ર દરેક સીઝનમાં ડિરેક્ટર બદલાઈ જાય છે. એને કારણે વધુ મજા પણ આવી જાય છે. અલગ-અલગ ડિરેક્ટર્સનો કૅરૅક્ટરને દેખાડવાનો દૃષ્ટિકોણ અને ચોક્કસ સીન પ્રતિનો તેમનો અભિગમ પણ અલગ હોય છે.’
આ શોમાં તે કાવ્યા અરોરાનો રોલ ભજવવાની છે. શોમાં મોટા ભાગે મહિલાઓ જ અગ્રેસર છે. એ વિશે અમ્રિતાએ કહ્યું હતું કે ‘વેબ-સિરીઝ ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ની વિશેષતા એ છે કે શો મહિલાઓ દ્વારા ચાલે છે. પ્રોડ્યુસર, ડિરેક્ટર, ડીઓપી અને રાઇટર્સ આ બધી મહિલાઓ જ છે. એ ખરેખર સશક્તિકરણનું ઉદાહરણ છે.’

