એને રિભુ દાસગુપ્તાએ લખી અને ડિરેક્ટ પણ કરશે
ફાઇલ તસવીર
અમિતાભ બચ્ચન આગામી કોર્ટરૂમ થ્રિલર ડ્રામા ‘સેક્શન 84’માં દેખાવાના છે. એને રિભુ દાસગુપ્તાએ લખી અને ડિરેક્ટ પણ કરશે. ફિલ્મને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ, ફિલ્મ હૅન્ગર અને સરસ્વતી એન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના આવવાથી ખુશી વ્યક્ત કરતાં રિભુ દાસગુપ્તાએ કહ્યું કે ‘હું ખુશી, નસીબદાર અને સન્માન અનુભવું છું કે મને ફરીથી સર સાથે કામ કરવાની તક મળી છે. એ ફિલ્મને લઈને હું આતુર છું.’
તો બીજી તરફ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટના વિવેક બી. અગરવાલે કહ્યું કે ‘અમારી આગામી ફિલ્મમાં મિસ્ટર બચ્ચન આવ્યા એ અમારા માટે સન્માનની વાત છે. તેમની સાથે અને રિભુ સાથે ‘સેક્શન 84’ની શરૂઆત કરવા માટે ઉત્સુક છું.’