Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આનંદ પંડિતના 60મા જન્મદિવસની ઉજવણીમાં ચીફ ગેસ્ટ થશે બિગ બી! સ્વીકાર્યું આમંત્રણ

આનંદ પંડિતના 60મા જન્મદિવસની ઉજવણીમાં ચીફ ગેસ્ટ થશે બિગ બી! સ્વીકાર્યું આમંત્રણ

14 December, 2023 01:14 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આનંદ પંડિત તેમનો 60મો જન્મદિવસ અને રિયલ એસ્ટેટ કંપની લોટસ ડેવલપર્સની 20 વર્ષ પૂરા થવાની ઉજવણી કરવાના છે. તેમાં મેગાસ્ટાર તરીકે ઈવેન્ટના મુખ્ય મહેમાન અમિતાભ બચ્ચન Amitabh Bachchan To Attend Producer Anand Pandit`s 60th Birthday Bash બનશે.

અમિતાભ બચ્ચનને આમંત્રણ પાઠવતા પ્રોડ્યુસર આનંદ પંડિત

અમિતાભ બચ્ચનને આમંત્રણ પાઠવતા પ્રોડ્યુસર આનંદ પંડિત


વર્ષ 2023 સમાપ્ત થવા જઈ રહ્યું છે, ત્યારે બી-ટાઉન તો 2023ને અનોખા અંદાજમાં વિદાય આપી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રોડ્યુસર આનંદ પંડિત (Anand Pandit) હવે આ વર્ષને અંતે કંઈક ધમાકેદાર ઉજવણી સાથે અંત આપવા જઈ રહ્યા છે. 


આનંદ પંડિત હવે તેમનો 60મો જન્મદિવસ અને સાથેસાથે તેમની સફળ રિયલ એસ્ટેટ કંપની લોટસ ડેવલપર્સની 20 વર્ષ પૂરા થવાની ઉજવણી કરવાના છે. આનંદ પંડિત વર્ષને અંતે મોટી ઉજવણી કરવાના છે. તેમાં પણ મેગાસ્ટાર તરીકે ઈવેન્ટના મુખ્ય મહેમાન અમિતાભ બચ્ચન (Amitabh Bachchan To Attend Producer Anand Pandit`s 60th Birthday Bash) બનવાના છે. આનંદ પંડિતે સોશિયલ મીડિયા પર આ બાબતે પોસ્ટ પણ શૅર કરી હતી. 



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anand Pandit (@anandpandit)


તમને જણાવી દઈએ કે આનંદ પંડીતે બિગ બીના ઘરે તેમને આમંત્રણ આપવા માટે મુલાકાત લીધી હતી તે ક્ષણની ઝલક પણ શૅર કરી હતી. તસવીર શૅર કરતાં તેઓએ લખ્યું હતું કે, “હું તેમને પહેલીવાર સિલ્વર સ્ક્રીન પર મળ્યો હતો. ત્રિશુલના `વિજય`એ મને મારા ઉન્મત્ત સપનામાં વિશ્વાસ કરતો કર્યો હતો.”


આ બંને ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે અને તેઓ બંને વચ્ચે ઘણા સમયથી સારો બોન્ડ છે. તમને ખ્યાલ જ છે કે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ભાગ્યે જ જાહેર કાર્યક્રમો અથવા ખાનગી પાર્ટીઓમાં હાજરી આપતા હોય છે. 

પણ, હવે અપવાદરૂપ તેઓ આનંદ પંડિતના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા (Amitabh Bachchan To Attend Producer Anand Pandit`s 60th Birthday Bash) જઈ રહ્યા છે. તેમની તાજેતરના પ્રોડક્શન્સ `ચેહરે` અને `ફક્ત મહિલાઓ માટે`માં કામ કર્યા બાદ તે આનંદ પંડિત સાથે ખૂબ નજક આવ્યા છે. તેઓ બંને વચ્ચેનું બોન્ડિંગ વધુ મજબૂત બન્યું છે.

તાજેતરમાં જ આનંદ પંડિતની ફિલ્મે મચાવી હતી ધૂમ

આનંદ પંડિતની તાજેતરની હિટ ફિલ્મ `ત્રણ એક્કા`  જેણે ખૂબ જ ધૂમ મચાવી હતી. જે 25મી ઓગસ્ટે સીનેમઘરોમાં રિલીઝ થઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મે માત્ર 20-દિવસમાં રૂ. 26.11 કરોડની કમાણી કરી હતી. અને એવું કહી શકાય કે આ બીજી સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની ગઈ હતી.

આનંદ પંડિત જણાવે છે કે "હું ખરેખર સન્માનની લાગણી અનુભવું છું કે બચ્ચન સાહેબે મારું આમંત્રણ સ્વીકાર્યું છે. અને મારી ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા (Amitabh Bachchan To Attend Producer Anand Pandit`s 60th Birthday Bash) માટે સંમત થયા છે. તેમની સાથેના મારા સંબંધને શબ્દોમાં વર્ણવી શકાય એમ્ નથી. હું ખરેખર ધન્ય છું કે તેઓ આ માઇલસ્ટોનને મારા અને મારા પરિવાર સાથે શૅર કરવા માટે હાજર રહેશે.”

આ સમાચારે બોલિવૂડ અને બિઝનેસ જગતમાં જોરદાર ધૂમ મચાવી છે, એમ કહીએ તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી. હવે બધા આનંદ પંડિતની 2023ની સૌથી મોટી પાર્ટીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

14 December, 2023 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK