અમિતાભ બચ્ચનને આ શ્લોકના જાપથી મળે છે નાસ્તો
અમિતાભ બચ્ચન (File Photo)
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે. ટ્વિટર પર અમિતાભ બચ્ચન સામાજિક મુદ્દા પર બોલવાની સાથે સાથે પોતાના અંગત જીવનની વાતો પણ શૅર કરતા રહે છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને એક એવિું ટ્વિટ કર્યું છે, જે ન તો સામાજિક મુદ્દા પર છે અને ન તો તેમના અંગત જીવન સાથે જોડાયેલું છે. અમિતાભ બચ્ચને આ ટ્વિટમાં એક શ્લોક શૅર કર્યો છે, જેની ચર્ચા ચારેકોર ચાલી રહી છે.
અમિતાભ બચ્ચને એક ટ્વિટમાં 'ત્વમેવ માતા ચ પિતા' શ્લોકનું ફની વર્ઝન પોસ્ટ કર્યું છે. તેમણે આ શ્લોક નાસ્તા પર બનાવીને તેને ટ્વિટ કર્યો છે.
ADVERTISEMENT
જેમાં લખ્યું છે કે,''
'त्वमेव भुट्टा च भजिया त्वमेव,
त्वमेव पोहा, जलेबी त्वमेव ।
त्वमेव कचौरी च चटणी त्वमेव,
त्वमेव सर्वम् मुर्मुरि ने सेव।'
સાથે જ અમિતાભ બચ્ચને કહ્યું છે કે વરસાદની સિઝનમાં આ મંત્રનો જાપ કરવાથી ઉચ્ચ પ્રકારનો નાસ્તો મળી રહે છે. હવે યુઝર્સ આ ટ્વિટને રિશૅર કરી રહ્યા છે, સાથે જ વરસાદની સિઝનમાં નાસ્તા મામલે પોતાના મત અમિતાભ બચ્ચચને કહી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે તો શ્લોકની મજાક ઉડાવે છે, તે ખોટું છે. મોટા ભાગના લોકો બિગ બીના આ ટ્વિટને લઈ કમેન્ટ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન ટ્વિટર પર અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચન કેબીસીના પ્રમોશન માટે ટ્વિટ કરી રહ્યા છે. જો સોશિયલ મીડિયાની વાત કરીએ તો અમિતાભ બચ્ચનના ટ્વિટર પર 3 કરોડ 80 લોકો ફોલો કરે છે.