તેમને થોડા સમય પહેલાં હૈદરાબાદમાં ‘પ્રોજેક્ટ K’ના શૂટિંગ દરમ્યાન ઍક્શન સીક્વન્સ કરતી વખતે ઈજા થઈ હતી.
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને પોતાની હેલ્થની માહિતી આપતાં જણાવ્યું છે કે તેમના ઘા ધીરે-ધીરે ભરાઈ રહ્યા છે. તેમને થોડા સમય પહેલાં હૈદરાબાદમાં ‘પ્રોજેક્ટ K’ના શૂટિંગ દરમ્યાન ઍક્શન સીક્વન્સ કરતી વખતે ઈજા થઈ હતી. હૈદરાબાદની હૉસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ તેઓ મુંબઈ પાછા ફર્યા હતા અને ત્યારથી તેઓ આરામ કરી રહ્યા છે. દર રવિવારે તેમના ઘરની બહાર તેમની એક ઝલક જોવા માટે લોકોનો મેળાવડો જામે છે. અમિતાભ બચ્ચન તેમનું અભિવાદન ઝીલે છે. તેમને ચિંતા હતી કે તેમને થયેલા જખમને કારણે તેઓ સીડી ચડી શકશે કે નહીં. એ વિશે બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું કે ‘જખમ ધીરે-ધીરે ભરાઈ રહ્યા છે. આશા છે કે ગેટ પાસે ઊભેલા મારા શુભચિંતકોને મળવા માટે સીડીઓ ચડી શકીશ. તેમનાથી દૂર રહેવું મંજૂર નથી. તેમની સાથે પ્રામાણિકતા નિભાવી છે. આજે તેમને કારણે જ હું છું.
મારા હિતેચ્છુઓ જેટલી કમેન્ટ્સ કરી રહ્યા છે એ બદલ અતિશય આભાર. તેમને બધાને રિપ્લાય આપવાની ઇચ્છા છે. જોકે આટલા બધાને રિપ્લાય આપવાનું અઘરું અને સમય માગી લે એવું છે.’