વિધુ વિનોદ ચોપડા તેમના પર બધાની સામે તાડૂકી ઊઠ્યા હતા કે તમે મોડા આવ્યા છો
અમિતાભ બચ્ચન, વિધુ વિનોદ ચોપડા
બૉલીવુડમાં અમિતાભ બચ્ચન સમયની પાબંદીની મિસાલ ગણાય છે, પણ એક વાર તેઓ સેટ પર મોડા પડ્યા ત્યારે તેમને જાહેરમાં ઠપકો મળ્યો હતો. વાત ૨૦૦૭ની ફિલ્મ ‘એકલવ્ય’ની છે. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન એક દિવસ કામ મધરાત પછી ત્રણ વાગ્યે પૂરું થયું હતું અને છૂટા પડતી વખતે ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડાએ બિગ બીને સવારે ૬ વાગ્યે સેટ પર હાજર થઈ જવાનું કહ્યું હતું. આ સાંભળીને અમિતાભ બોલી ઊઠ્યા હતા કે ત્રણ કલાકમાં પાછા કઈ રીતે આવી શકાય. જોકે ડિરેક્ટરના આદેશને માથે ચડાવીને સવારે તેઓ સેટ પર પહોંચી તો ગયા, પણ ૬ વાગ્યાને બદલે ૬.૧૦ વાગ્યે પહોંચ્યા. આ જોઈને વિધુ વિનોદ ચોપડા તેમના પર બધાની સામે તાડૂકી ઊઠ્યા હતા કે તમે મોડા આવ્યા છો.