૨૦૧૫માં આવેલી ‘મસાન’ દ્વારા વિકી કૌશલે કરીઅરની શરૂઆત કરી હતી.
અમિતાભ બચ્ચન
વિકી કૌશલનું કહેવું છે કે બિગ બીનો મેસેજ તેના માટે બેસ્ટ અવૉર્ડ છે. ૨૦૧૫માં આવેલી ‘મસાન’ દ્વારા વિકી કૌશલે કરીઅરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેના પર્ફોર્મન્સને જોઈને અમિતાભ બચ્ચને તેને ટેક્સ્ટ કર્યું હતું. વિકી હાલમાં જ ‘કૌન બનેગા કરોડપતિ 14’માં જોવા મળ્યો હતો. આ વિશે વાત કરતાં વિકીએ કહ્યું હતું કે ‘મને હજી પણ યાદ છે કે મારા પિતા મધરાત બાદ એક વાગ્યે મારું નામ જોર-જોરથી બોલીને ખૂબ જ ખુશ થઈને મને તમારા દ્વારા મોકલેલો મેસેજ દેખાડી રહ્યા હતા. ત્યાર બાદ મેં ફોન માગ્યા બાદ મારા પિતાએ મને તેમનો મોબાઇલ આપ્યો હતો. મેં એ મેસેજને મારા મોબાઇલમાં ટાઇપ કર્યો હતો અને મને બરાબર ૯૦ સેકન્ડ લાગી હતી. હું આખી રાત નહોતો સૂઈ શક્યો, કારણ કે હું વિચારતો હતો કે મિસ્ટર બચ્ચને મારા માટે દોઢ મિનિટ સુધી વિચાર કર્યો. મારા માટે તમારો મેસેજ સૌથી બેસ્ટ અવૉર્ડમાંનો એક છે.’
આ પણ વાંચો: સારી ફિલ્મો બનાવીશું તો જ દર્શકો પ્રેમ આપશે : વિકી કૌશલ
ADVERTISEMENT
ફેવરિટ પ્લેસ
કૅટરિના કૈફ અને વિકી કૌશલ હાલમાં રાજસ્થાનના જવાઈમાં ન્યુ યર સેલિબ્રેટ કરી રહ્યાં છે. તેઓ આ માટે મુંબઈથી જોધપુર ગયાં હતાં અને ત્યાંથી તેઓ બાય રોડ ગયાં હતાં. આ ટ્રિપના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅટરિનાએ કૅપ્શન આપી છે કે ‘આ ખૂબ જ જાદુઈ જગ્યા છે. મને લાગે છે કે આ મારી ફેવરિટ પ્લેસ છે.’