અમિતાભ બચ્ચને કોરોનાના સમયગાળા દરમિયાન ઘરની બહાર ચાહકોને મળવાની વર્ષો જૂની પરંપરાને થોડા દિવસો માટે બંધ કરી દીધી હતી
ફાઇલ તસવીર
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) દર રવિવારે તેમના બંગલા જલસા (Jalsa Bungalow)ની બહાર ચાહકોને મળે છે. આ રવિવારે પણ તે ફેન્સને મળવા માટે ઘરની બહાર આવ્યા હતા. તેમના ઘરની બહાર હજારો ચાહકો એકઠા થયા હતા. બિગ બીએ પણ તેમને નિરાશ કર્યા નથી. આ દરમિયાન તે ખૂબ જ ફિટ દેખાઈ રહ્યા હતા.
80 વર્ષની ઉંમરમાં પણ તેમનામાં અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ પણ બિગ બીના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું- ભારતનું ગૌરવ અમિતાભ બચ્ચન સર.
ADVERTISEMENT
View this post on Instagram
વર્ષોથી ચાલે છે જલસાની બહાર ચાહકોને મળવાની પરંપરા
અમિતાભ બચ્ચને કોરોનાના સમયગાળા દરમિયાન ઘરની બહાર ચાહકોને મળવાની વર્ષો જૂની પરંપરાને થોડા દિવસો માટે બંધ કરી દીધી હતી. એપ્રિલ 2022માં, જ્યારે કોવિડના કેસ ઓછા થવા લાગ્યા, ત્યારે બિગ બીએ ચાહકો માટે ફરીથી દરવાજા ખોલ્યા.
અમિતાભ બચ્ચન છેલ્લાં 30 વર્ષથી દર રવિવારે પોતાના બંગલા જલસાની બહાર ચાહકોને શુભેચ્છા પાઠવે છે. આ દરમિયાન ભાગ્યે જ કોઈ એવો પ્રસંગ આવે છે જ્યારે અમિતાભ બચ્ચન તેમના ચાહકોને મળી શકતા ન હોય.
સુરક્ષા તોડીને ફેન બિગ બીની નજીક ગયો
ગયા વર્ષે નવેમ્બરમાં, અમિતાભ બચ્ચન તેમના ચાહકોને મળવા માટે તેમના ઘરની બહાર ગયા હતા, ત્યારે એક નાનો છોકરો સુરક્ષા તોડીને તેમને મળવા તેમની નજીક ગયો હતો. બિગ બીએ આ ઘટનાને પોતાના બ્લોગ પર શેર કરી હતી.
આ ફેન સાથે ઘણા બધા ફોટા શેર કરતા બિગ બીએ લખ્યું- "આ નાનો બાળક ઈન્દોરથી આવ્યો છે. જ્યારે તે ચાર વર્ષનો હતો ત્યારે તેણે મારી ફિલ્મ ડોન જોઈ હતી અને ત્યારથી લઈને આજ સુધી આ બાળક તે ફિલ્મનો અભિનય કરી રહ્યો છે અને તેના સંવાદોમાં ખોવાઈ ગયો છે.”
આ પણ વાંચો: કાજોલ દીકરી ન્યાસા સાથે પહોંચી બાપ્પાના આશિર્વાદ લેવા સિદ્ધિવિનાયક, જુઓ
તેમણે લખ્યું કે “મને મળતી વખતે તેની આંખોમાં આંસુ હતા કારણ કે તે હંમેશા મને મળવા માગતો હતો. મેં તેને સમજાવ્યું અને તે જે પેઇન્ટિંગ લાવ્યો હતો તેના પર ઓટોગ્રાફ પણ આપ્યો. ઉપરાંત તેના પિતાએ આપેલો પત્ર પણ મેં વાંચ્યો.”