'અટકન ચટકન'માં અમિતાભ બચ્ચને ગાયું ગીત
અમિતાભ બચ્ચન
‘અટકન ચટકન’માં અમિતાભ બચ્ચને ગીત ગાયું છે. આ ગીતને સિવમણિએ કમ્પોઝ કર્યું છે. અમિતાભ બચ્ચનની સાથે સોનુ નિગમ, હરિહરન, રુના સિવમણિ અને ઉધારા ઉન્નીક્રિષ્નન પણ ગીત ગાશે. ફિલ્મને વિશાખા સિંહે પ્રોડ્યુસ કરી છે. ‘અટકન ચટકન’ને પ્રેઝન્ટ કરનાર એ. આર. રહમાન માટે આ ફિલ્મ આશાને દેખાડતું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ ફિલ્મ 5 સપ્ટેમ્બરે ZEE5 પર રિલીઝ થવાની છે. આ ફિલ્મની સ્ટોરી 12 વર્ષના ચા વેચતા એક છોકરાની છે. તેને નવા અવાજ સાંભળવાનો ખૂબ શોખ હોય છે. તેને દરેક અવાજમાં સૂર-તાલ સંભળાય છે. તે તેની દુકાનની આસપાસનાં બાળકો સાથે મળીને એક મ્યુઝિકલ બૅન્ડ તૈયાર કરે છે. બાદમાં મ્યુઝિક કૉમ્પિટિશનમાં ભાગ લે છે.

