સ્ત્રી ૨ નો ૭ ફુટ ૬ ઇંચનો સરકટા કલ્કિ ૨૯૮૯ AD માં હતો અમિતાભ બચ્ચનનો બૉડી-ડબલ સેટ પર તેને જોઈને બિગ બી બોલી ઉઠેલા...
‘કલ્કિ 2898 AD’માં અમિતાભ બચ્ચનના બૉડી-ડબલ તરીકે સુનીલ કુમારે કામ કર્યું હતું
‘કલ્કિ 2898 AD’માં અમિતાભ બચ્ચનના બૉડી-ડબલ તરીકે સુનીલ કુમારે કામ કર્યું હતું. તેને જોઈને અમિતાભ બચ્ચને કહ્યું કે સૌકોઈ મારી હાઇટ પર ચર્ચા કરે છે, આજે મારાથી પણ વધુ હાઇટની વ્યક્તિ મને મળી ગઈ છે.
આ એ જ સુનીલ કુમાર છે જે ‘સ્ત્રી 2’માં આતંક ફેલાવે છે. તેની હાઇટ ૭ ફુટ ૬ ઇંચ છે. તે જમ્મુ-કાશ્મીરમાં પોલીસ-કૉન્સ્ટેબલ છે. તેની હાઇટને કારણે જ તેને ‘સ્ત્રી 2’માં રોલ મળ્યો હતો. અમિતાભ બચ્ચન સાથેના શૂટિંગના અનુભવ વિશે સુનીલ કુમાર કહે છે, ‘સેટ પર મારો પહેલો દિવસ હતો અને હું જ્યારે સેટ પર પહોંચ્યો ત્યારે અમિતાભ બચ્ચન અને પ્રભાસ બેઠા હતા. હું મારી ઍક્શન-સીક્વન્સ માટે તૈયાર થઈ રહ્યો હતો. અમિત સરે મને જોયો ત્યારે તેઓ મારી પાસે આવ્યા અને કૅમેરાપર્સનને કહ્યું કે અમારો ફોટો ક્લિક કરો. તેમણે સ્માઇલ કરીને કહ્યું કે સભી મેરે કો લંબુ બોલતે હૈં, આજ મુઝસે લંબા કોઈ મિલ ગયા. મારો પરિવાર અમિતાભ બચ્ચનનો ફૅન છે અને મને તેમના બૉડી-ડબલ તરીકે કામ કરવાની તક મળી એથી તેઓ ખૂબ ઉત્સુક હતા. શૂટ પણ મજેદાર હતું, કેમ કે મને ઘણા બધા સ્ટન્ટ્સ કરવા મળ્યા હતા.’