કરણ જોહરના દિકરાએ કહ્યું કે અમિતાભ બચ્ચન કોરોના વાયરસને ભગાડી શકે છે
કરણ જોહર બાળકો યશ અને રૂહી સાથે, અમિતાભ બચ્ચન
આખું વિશ્વ કોરોના વાયરસ (COVID-19) સામે ઝઝુમી રહ્યું છે અને દરેક વ્યક્તિ શક્ય તેટલા સલામત અને સાવચેત રહેવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. લૉકડાઉન, સોશ્યલ ડિસટન્સિંગ, તબીબી નિષ્ણાતો દ્વારા આપવામાં આવતી સલાહોનું બધા જ પલાન કરી રહ્યાં છીએ. છતા આપણે આમાંથી કયારે બહાર આવીશું તેની કોઈને ખબર નથી. પણ હા, કરણ જોહરના દિકરા યશ જોહરને ખબર છે કે આ વાયરસને કોણ ભગાડી શકે છે.
કરણ જોહરે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે પોતાના દિકરા યશ જોહર સાથે વાત કરે છે. કરણે પુછયું કે કોઈ એવું છે કે જે આ વાયરસને ભગાડી શકે છે? ત્યારે યશે તરત જ જવાબ આપ્યો કે અમિતાભ બચ્ચન. આ જવાબ સાંભળીને ફિલ્મ નિર્માતા ચકિત થઈ ગયો હતો. આ જવાબ સાંભળીને ખરેખર આપણે પણ ચકિત થઈ ગયા હતા.
ADVERTISEMENT
આ રહ્યો વિડિયો:
વિડિયો પોસ્ટ કરતાની સાથે જ અભિનેત્રી આલિયા ભટ્ટે તાત્કાલિક હાર્ટ મોકલતી કમેન્ટ કરી હતી. યશના જવાબ પરથી ચોકક્સ ખબર પડે કે સુપરસ્ટારની પ્રસિધ્ધતા બાળકોમાં પણ કેટલી છે અને તેમની પર્સનાલિટી પર શ્રધ્ધા પણ કેટલી છે. લૉકડાઉનના સમયમાં પણ ચાહકોને એન્ટરટેઈન કરવા અને તેમને પોતાના જીવનની અપડેટ્સ આપવા માટે સોશ્યલ મિડિયા પર વિડિયો અને ફોટોસ અપડેટ કરતા જ હોય છે.

