તેમણે આ ૩-૪ બેડરૂમના લક્ઝુરિયસ ફ્લૅટ મુલુંડના એક પૉશ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં ખરીદ્યા છે
અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન
અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન તેમની સ્થાવર મિલકત વધારતા જઈ રહ્યા છે. રિયલ એસ્ટેટના એક પોર્ટલે જણાવ્યા મુજબ અમિતાભ અને અભિષેકે મુલુંડ-વેસ્ટમાં ૧૦ ફ્લૅટ ખરીદ્યા છે જેની કુલ કિંમત ૨૪. ૯૫ કરોડ રૂપિયા છે. તેમણે આ ૩-૪ બેડરૂમના લક્ઝુરિયસ ફ્લૅટ મુલુંડના એક પૉશ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં ખરીદ્યા છે. તેમના ૮ ફ્લૅટ ૧૦૪૯ સ્ક્વેર ફુટના છે અને બે ફ્લૅટ ૯૧૨ સ્ક્વેર ફુટના છે. દસમાંથી અમિતાભ બચ્ચને ૪ ફ્લૅટ ખરીદ્યા છે તો અભિષેક બચ્ચને ૬ ફ્લૅટ ૧૪.૭૭ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. આ વર્ષે અગાઉ અભિષેકે આ જ ડેવલપરના બોરીવલી-ઈસ્ટના મોકાના પ્રોજેક્ટમાં ૬ ફ્લૅટ ૧૫.૫ કરોડમાં ખરીદ્યા છે.