લક્ઝરી કારના શોખીન મહાનાયક અમિતાભ બચ્ચનના ગૅરેજમાં વધુ એક કાર ગોઠવાઈ ચૂકી છે
અમિતાભ બચ્ચને ફુલ્લી ઇલેક્ટ્રિક કાર BMW i7 ખરીદી
લક્ઝરી કારના શોખીન મહાનાયક અમિતાભ બચ્ચનના ગૅરેજમાં વધુ એક કાર ગોઠવાઈ ચૂકી છે. ૧૧ ઑક્ટોબરે ૮૨મી વર્ષગાંઠ ઊજવનારા અમિતાભ બચ્ચને ફુલ્લી ઇલેક્ટ્રિક કાર BMW i7 ખરીદી છે જેની કિંમત બે કરોડથી વધુ છે.
અમિતાભ બચ્ચને એક વર્ષ પહેલાં તેમની ૮૧મી વર્ષગાંઠે SUV લૅન્ડ રોવર ડિફેન્ડર 130 ખરીદી હતી. આ વખતે તેમણે ઇલેક્ટ્રિક કાર પર પસંદગી ઉતારી છે. છેલ્લે રજનીકાન્તની તામિલ ફિલ્મ ‘વેટ્ટૈયન’માં દેખાયેલા અમિતાભ બચ્ચન પાસે લૅન્ડ રોવર, બેન્ટ્લી કૉન્ટિનેન્ટલ GT અને રોલ્સ રૉયસ ફૅન્ટમ VII જેવી કાર્સનું કલેક્શન છે.