ઝહીર-સોનાક્ષી `ડબલ એક્સએલ`માં સાથે જોવા મળશે
તસવીર સૌજન્ય: સોનાક્ષી સિન્હાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ આ દિવસોમાં પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. હવે સોનાક્ષીએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના બેસ્ટ ફ્રેન્ડ્સના ફોટા શેર કર્યા છે, પરંતુ ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં ઝહીર ઈકબાલ પણ સામેલ છે.
સોનાક્ષીએ નેશનલ બેસ્ટ ફ્રેન્ડ ડે સેલિબ્રેટ કર્યો
ADVERTISEMENT
ફોટો શેર કરતી વખતે સોનાક્ષીએ લખ્યું છે ‘નેશનલ બેસ્ટ ફ્રેન્ડ ડે.’ આ સાથે તેણે લખ્યું કે “વિશ્વાસ નથી આવતો કે આ જોકરોને સમર્પિત કરવાનો પણ એક દિવસ છે. મારા માટે તેઓ બધા અસાધારણ છે અને મારા જીવનને ખુશીઓથી ભરી દેનારા લોકો છે.”
લગ્નની અફવાઓ પર સોનાક્ષીએ પ્રતિક્રિયા આપી
સોનાક્ષીએ હાલમાં જ ઝહીર ઈકબાલ અને તેમની વચ્ચે ચાલી રહેલી અફવાઓ અંગેનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે “હાથ ધોઈને મારા લગ્ન કેમ કરાવવા માગો છો.” વીડિયોમાં સોનાક્ષી શાહરૂખ ખાનની લાઈન્સ લિપ સિંક કરતી જોવા મળી રહી છે. આ પોસ્ટને શેર કરતા સોનાક્ષીએ કેપ્શનમાં લખ્યું “પ્રપોઝલ, રોકા, મહેંદી, સંગીત બધું ફિક્સ થઈ ગયું હોય તો કૃપા કરીને મને પણ જણાવો.” અભિનેત્રીના કથિત બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલે વીડિયો પર પ્રતિક્રિયા આપી અને હાસ્યજનક કમેન્ટ કરી હતી.
ઝહીર-સોનાક્ષી `ડબલ એક્સએલ`માં સાથે જોવા મળશે
ઝહીર અને સોનાક્ષી ઘણીવાર સાથે જોવા મળે છે. અહેવાલો અનુસાર, બંનેની પ્રથમ મુલાકાત સલમાન ખાને કરાવી હતી, ત્યારબાદ તેમની મિત્રતા શરૂ થઈ હતી. બંને તાજેતરમાં એક લગ્નમાં સાથે જોવા મળ્યા હતા. વર્ક ફ્રન્ટ પર, બંને તેમની આગામી ફિલ્મ ડબલ એક્સએલમાં સાથે જોવા મળશે. સતરામ રામાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં હુમા કુરેશી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.