અમીષા પટેલની ફિલ્મ ગદર 2 ગયા વર્ષની સુપરહિટ ફિલ્મ હતી. આ ફિલ્મે ધમાકેદાર કમાણી કરી હતી. અમીષા સાથે ફિલ્મમાં સની દેઓલ લીડ રોલમાં હતા. જ્યારે ફિલ્મ રિલીઝ થઈ હતી, તે દરમિયાન પણ અમીષાએ ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્મા પર અનેક આરોપ મૂક્યા હતા.
અમીષા પટેલની તસવીરોનો કૉલાજ (સૌજન્ય મિડ-ડે)
અમીષા પટેલની ફિલ્મ ગદર 2 ગયા વર્ષની સુપરહિટ ફિલ્મ હતી. આ ફિલ્મે ધમાકેદાર કમાણી કરી હતી. અમીષા સાથે ફિલ્મમાં સની દેઓલ લીડ રોલમાં હતા. જ્યારે ફિલ્મ રિલીઝ થઈ હતી, તે દરમિયાન પણ અમીષાએ ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્મા પર અનેક આરોપ મૂક્યા હતા. તો હવે અમીષાએ ફરી એકવાર શૉકિંગ દાવા કર્યા છે. એક્ટ્રેસનું કહેવું છે કે તે અને સની ફિલ્મના સેમી ઘોસ્ટ ડિરેક્ટર હતા. અમીષાનું કહેવું છે કે તેમણે અને સની દેઓલે ગદર 2માં ઘણી બધી વસ્તુઓ બરાબર કરી હતી જેથી ફિલ્મ જેવી બનવી જોઈએ તેવી બની શકે.
અમીષા-સનીએ કર્યા ફેરફાર
બૉલિવૂડ હંગામા સાથે વાત કરતાં અમીષા પટેલે કહ્યું કે, "ગદર 2માં મે અને સનીએ ઘણી બધી વસ્તુઓ પર કામ કર્યું હતું. ડિરેક્શનમાં ઘણી બધી વસ્તુઓ યોગ્ય નહોતી. અમે અનેક રીશૂટ કર્યા અને અમારા પાર્ટ પર અનેક પ્રકારનું એડિટિંગ પણ કર્યું." તેમણે જણાવ્યું કે સની દેઓલને અને તેમને અનેક ક્રિએટિવ ડિસ્કમ્ફર્ટ લાગ્યા હતા. અમારી આ જર્ની સરળ નહોતી. અમે આ ઘણી બધી એડિટિંગ અને રીશૂટિંગ કરી હતી.
ADVERTISEMENT
ફિલ્મ ગટરમાં ગઈ હોત...
અમીષાએ આગળ કહ્યું કે એક વધુ છૂપાયેલો અજેન્ડા હતો જે મિસ્ટર અનિલ શર્મા પાસે હતો. તે ગદર બનાવવાથી ભટકી રહ્યા હતા. ત્યાર બાદ અમીષાએ પોતાના બિઝનેસ પાર્ટનર કુણાલ ઘૂમરને ક્રેડિટ આપી અને કહ્યું કે ફિલ્મ ખૂબ જ અયોગ્ય બની રહી હતી, પણ તે ફરી યોગ્ય ટ્રેક પર આવી ગઈ. અમીષાએ કહ્યું કે ગદર 2 ગટરમાં જવાની હતી અને જો કુણાલ ન હોત તો ફિલ્મ બચી શકી ન હોત. કુણાલે સનીને જણાવ્યું કે જે વસ્તુઓ ખરાબ છે અને જ્યારે તમે એક્શન માટે જાઓ ત્યારે બરાબર કરી દેજો.
ગદર 3 માટે પણ મૂકી શરતો
જ્યારે અમીષાને ગદર 3 વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેને ખબર નથી કે તે હવે આ ફિલ્મનો ભાગ બનશે કે નહીં, પરંતુ જો તે હશે તો તેની કેટલીક શરતો હશે. તે ફિલ્મમાં ત્યારે જ પરત ફરશે જ્યારે તેના પાત્ર સકીના અને સનીના પાત્ર તારાને વધુ સ્ક્રીન ટાઇમ આપવામાં આવશે. અમીષાએ એમ પણ કહ્યું હતું કે ભલે તેણે ગદર 2 એ નોંધ પર છોડી દીધી હતી કે તેનો પુત્ર ફિલ્મમાં લગ્ન કરશે, પણ તે સ્ક્રીન પર સાસુની ભૂમિકા ભજવશે નહીં.
નોંધનીય છે કે અમીષા પટેલે જણાવ્યું હતું કે જો ‘ગદર 3’માં તેનો સકીનાનો રોલ મહત્ત્વનો નહીં હોય તો તે એ ફિલ્મમાં કામ નહીં કરે. તેણે જણાવ્યું હતું કે તે નરેશન દરમ્યાન જ ચોખવટ કરી દેશે કે જો તારા અને સકીનાને વધુ મહત્ત્વ નહીં અપાય તો તે આ ફિલ્મ કરવાની ચોખ્ખી ના પાડી દેશે. તેની એ વાતનો જવાબ આપતાં ફિલ્મ ડિરેક્ટર અનિલ શર્માએ જણાવ્યું કે સકીનાનું પાત્ર તેના દિલમાંથી અવતર્યું હતું. તેના કહેવાથી કોઈ ફરક નથી પડતો. તેની આ વાતને લઈને અનિલ શર્માએ કહ્યું કે ‘ફિલ્મ દરમ્યાન અમીષાજીએ ઘણીબધી વાતો કહી હતી. મારે એના પર કમેન્ટ નથી કરવી. હું તેને માન આપું છું અને આગળ પણ આપતો રહીશ. સકીનાનું પાત્ર તેનાથી નહીં, પરંતુ મારા દિલથી જન્મ્યું છે. હું પોતે પણ નથી જાણતો કે ‘ગદર 3’માં શું થવાનું છે. તેના કહેવા કે વિચારવાથી કાંઈ નથી થતું. તે ‘ગદર’ સાથે જોડાઈ એની મને ખુશી છે. તે સારું-નરસું જે પણ બોલે મને તેના પ્રત્યે માન છે.’

