ઍમેઝૉન પ્રાઇમનાં ચીફે તાંડવની કન્ટ્રોવર્સીને લઈને રેકૉર્ડ કર્યું નિવેદન
ઍમેઝૉન પ્રાઇમનાં ચીફે તાંડવની કન્ટ્રોવર્સીને લઈને રેકૉર્ડ કર્યું નિવેદન
ઍમેઝૉન પ્રાઇમ ઇન્ડિયાનાં હેડ અપર્ણા પુરોહિતે હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં તેમનું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવ્યું છે. સૈફ અલી ખાન અને સુનીલ ગ્રોવરના શો ‘તાંડવ’નાં કેટલાંક દૃશ્યોને લઈને ઘણો વિરોધ થયો હતો અને એ બદલ પોલીસ-ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. અલાહાબાદ હાઈ કોર્ટના ડિરેક્શન અનુસાર અપર્ણાએ તેમનું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવ્યું છે. આ માટે લખનઉ પોલીસ દ્વારા સો સવાલોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. અપર્ણાની સાથે સ્ટેટમેન્ટ રેકૉર્ડ દરમ્યાન તેમના વકીલે પણ ત્યાં હાજરી આપી હતી. લખનઉની સાથે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધનગર પોલીસ-સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

