સોનાક્ષી સિન્હા બાદ આ સેલેબ્ઝે પણ ટ્વિટરને અલવિદા કહ્યું
સોનાક્ષી સિન્હા, સાકીબ સલીમ, નેહા ભસીન (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
સોશ્યલ મીડિયા પર ચાલી રહેલી નેગેટિવિટી અને ટ્રોલિંગથી દુર રહેવા માટે સોનાક્ષી સિન્હાએ ટ્વીટર છોડી દીધું છે. અભિનેત્રીના ટ્વીટર છોડયા બાદ અન્ય સેલેબ્ઝ પણ આ હરોળમાં જોડાય છે. જેમાં ગાયિકા નેહા ભસીન, 'રેસ 3' ફિલ્મના હીરો સાકીબ સલીમ, આયુષ શર્મા, ફિલ્મમેકર મુદસ્સર અઝીઝ અને 'નોટબુક' ફિલ્મ ફૅમ અભિનેતા ઝહીર ઇકબાલે પણ ટ્વીટરને અલવિદા કહી દીધું છે.
સોનાક્ષી સિન્હાએ ટ્વીટર છોડવાની જાહેરાત ઈન્સ્ટાગ્રામ કરતા લખ્યું હતું કે, આગ લગે બસ્તી મૈ, મેં અપની મસ્તી મેં! બાય ટ્વીટર.
ADVERTISEMENT
ટ્વીટર ડિલીટ કરતા સાકીબે લખ્યું હતું કે, ટ્વિટર આપણે જ્યારે પહેલીવાર મળ્યા ત્યારે તું એકદમ સરસ હતું. જ્ઞાન, લાગણી શેર કરવાનું અને અલગ -અલગ પોઇન્ટ ઓફ વ્યૂ સમજવાનું સારું માધ્યમ. પણ પછી ખબર પડી કે અહીંયા એકબીજાને ગાળો આપવી સામાન્ય વાત છે. છેલ્લા અમુક દિવસોએ મને ભાન કરાવ્યું કે મને આવી એનર્જીની જરૂર નથી, જ્યાં સવારે ઊઠીને નફરત જોવા મળે છે. આભાર મારા ફોલોઅર્સ તમારા પ્રેમ માટે. આપણે બીજા પ્લેટફોર્મ પર જોડાયેલા રહીશું. ટ્વિટર અને મારા સંબંધો હવે પુરા થઇ ગયા છે.
સલમાન ખાનની બહેન અર્પિતાના પતિ-અભિનેતા આયુષ શર્માએ પણ ટ્વિટરને બાય કહી દીધું છે. તેણે લખ્યું હતું કે, 280 કેરેકટર્સ માણસને દર્શાવવા ઓછા પડે છે પણ 280 કેરેકટર્સ ફેક ન્યૂઝ, નફરત અને નેગેટિવિટી ફેલાવવા માટે પૂરતા છે. આવી માનસિકતાનો સામનો કરવા માટે સાઈન અપ નહોતું કર્યું. ખુદા હાફિઝ.
View this post on Instagram
સલમાન ખાનના પ્રોડક્શનની ફિલ્મ 'નોટબુક'થી ડેબ્યુ કરનાર ઝહીર ઇકબાલે લખ્યું હતું, ગુડબાય ટ્વિટર.
ફિલ્મમેકર અને હુમા કુરેશીના બોયફ્રેન્ડ મુદસ્સર અઝીઝે ટ્વિટર બાદ હવે ઇન્સ્ટાગ્રામ પણ છોડી દીધું છે. તેણે લખ્યું કે, કોઈ સ્ટ્રેસ નહીં, કોઈ ફરિયાદ નહીં. તમે બધાએ જે પ્રેમ આપ્યો તેના માટે આભાર.
નેહા ભસીને કહ્યું હતું કે, ટ્વીટર બંધ સારા માટે કરી રહ્યું છે. કારણકે એ મારા મગજ માટે બહુ ઝેરી છે. મારાફક્ત સંગીત બનાવવું છે. લોકો મગજમાં કચરો લઈને ફરે છે તે નથી જોવું મારે. દરેકને આવવાનો અને મને જે કહેવું છે તેબો હક છે. લોકોને અન્ડરરેટેડ કહેવાનું બંધ કરો. તે હેરાન કરે છે. તમે જ કેટલાક ર્સ્ટાસને માથે ચડાવો છો અને પછી પોતે જ કેટલાક ર્સ્ટાસને અન્ડરરેટેડ કહો છો. બધા પાસે ફોન છે પણ કંઈપણ ટાઈપ કરવું બહુ હેરાન કરે છે. હું ફોન પહેલાના સમયને બહુ મિસ કરું છું. જ્યારે દરેક બાબતમાં દરેકનો શું મત છે તે મને નહોતી ખબર. બહુ બોરિંગ છે આ.
ટ્વીટરને અલવિદા કહેવાની હરોળમાં ધીરે ધીરે એક પછી એક સેલેબ્ઝ જોડાઈ રહ્યાં છે.

