પોલીસે અલ્લુને હૉસ્પિટલની પોતાની મુલાકાત ગોપનીય રાખવા કહ્યું હતું.
અલ્લુ અર્જુન
ચોથી ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2ઃ ધ રૂલ’ના સ્ક્રીનિંગ વખતે થયેલી નાસભાગમાં ઘાયલ થયેલા આઠ વર્ષના શ્રીતેજની ખબર કાઢવા અલ્લુ અર્જુન એક મહિના પછી મંગળવારે હૈદરાબાદની KIMS હૉસ્પિટલ ગયો હતો. ૪ ડિસેમ્બરની નાસભાગની ઘટનામાં શ્રીતેજની મમ્મી રેવતીનું મૃત્યુ થયું હતું. પોલીસે અલ્લુને હૉસ્પિટલની પોતાની મુલાકાત ગોપનીય રાખવા કહ્યું હતું.