રશિયાનાં ચોવીસ શહેરોમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ થવાનું છે
અલ્લુ અર્જુને પુષ્પારાજની સ્ટાઇલથી રશિયામાં ફૅન્સને કર્યા મોહિત
અલ્લુ અર્જુને રશિયામાં તેના ફૅન્સને પુષ્પારાજની સ્ટાઇલથી મોહિત કર્યા છે. સાથે જ ત્યાંની લોકલ ભાષામાં તેણે ત્યાંના લોકોને સંબોધિત પણ કર્યા છે. એથી લોકો તેના પર ફિદા થઈ ગયા હતા. લોકોએ તાળીઓના ગડગડાટ સાથે તેને વધાવી લીધો. તે હાલમાં પ્રમોશનલ ટૂર માટે રશિયા પહોંચ્યો છે. રશિયાનાં ચોવીસ શહેરોમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ થવાનું છે. ગયા વર્ષે રિલીઝ થયેલી તેની ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’ લોકોને ખૂબ ગમી હતી. આ ફિલ્મમાં તે ચંદનની તસ્કરી કરતો દેખાયો હતો. એમાં પણ અલ્લુ અર્જુનની જે સ્ટાઇલ હતી એ તો ખૂબ ફેમસ થઈ ગઈ હતી.