Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અલ્લુ અર્જુનની ધરપકડ પર સોનુ સૂદ અને રવિ કિશને આપી પ્રતિક્રિયા કહ્યું તે એકદમ...

અલ્લુ અર્જુનની ધરપકડ પર સોનુ સૂદ અને રવિ કિશને આપી પ્રતિક્રિયા કહ્યું તે એકદમ...

Published : 15 December, 2024 06:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Allu Arjun Arrested: રવિ કિશને અભિનેતાની ધરપકડને ‘બ્લૅક ડે’ ગણાવ્યો હતો. તેણે કહ્યું “ખૂબ દુઃખદ. અલ્લુ અર્જુન મારા સારા મિત્ર છે અને અમે સાથે ફિલ્મ પણ કરી છે.

સોનુ સૂદ અને રવિ કિશન (ફાઇલ તસવીર)

સોનુ સૂદ અને રવિ કિશન (ફાઇલ તસવીર)


અલ્લુ અર્જુન અને રશમિકા મંદના સ્ટારર ફિલ્મ `પુષ્પા 2: ધ રૂલ’ બૉક્સ ઑફિસ (Allu Arjun Arrested) પર મબલખ કમાણી કરી અનેક રેકોર્ડ તોડી રહી છે આ સાથે ફિલ્મના એક શો દરમિયાન બનેલી નાસભાગની ઘાટનાને લઈને પણ ચર્ચામાં છે. ફિલ્મના એક્ટર અલ્લુ અર્જુન હાલમાં તેની ધરપકડને લઈને ચર્ચામાં છે. અલ્લુની શુક્રવારે સવારે હૈદરાબાદમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અલ્લુએ શુક્રવારની રાત જેલમાં વિતાવ્યા બાદ શનિવારે સવારે મુક્ત થયો હતો. અલ્લુ પરત આવતા જ તેના પરિવાર અને ચાહકોમાં ખુશીનો માહોલ છે. તે પાછા ફરતાની સાથે જ તેની પત્ની સ્નેહા રેડ્ડીએ તેને ચુસ્તપણે ગળે લગાવ્યો અને ભાવુક જોવા મળ્યો. અલ્લુની ધરપકડ પર તેના ચાહકો, લોકો સહિત ફિલ્મ જગતના અનેક બીજા કલાકારોએ પણ પ્રતિક્રિયાઓ આપી છે. અલ્લુના સમર્થનમાં સ્ટાર્સ ઉભા જોવા મળે છે. આવી સ્થિતિમાં હવે બૉલિવૂડ એક્ટર સોનુ સૂદે પણ અલ્લુ અર્જુનની ધરપકડ પર પ્રતિક્રિયા આપી છે.


સોનુ સૂદ ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ `ફતેહ`માં (Allu Arjun Arrested) જોવા મળશે. આ દિવસોમાં અભિનેતા ગુજરાતમાં તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા સોનુએ પોતાની ફિલ્મ સાથે અલ્લુ અર્જુનની ધરપકડની વાત પણ કરી. તેણે કહ્યું, `મને લાગે છે કે આ મુદ્દો હવે ઉકેલાઈ ગયો છે. જેમ જેમ કહેવત છે, `બધું સારું છે જે સારું થાય છે`. હું તેને અભિનંદન આપવા માગુ છું. મેં તેની સાથે પહેલા પણ કામ કર્યું છે અને હું જાણું છું કે આ એક અભિનેતાનું જીવન છે – ઉતાર-ચઢાવ એ પ્રવાસનો એક ભાગ છે.



સોનુ સૂદની સાથે પુષ્પા ધ રાઇઝ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ (Allu Arjun Arrested) પણ તેના સહ કલાકાર અલ્લુ અર્જુનની ધરપકડ વિશે પ્રતિક્રિયા આપી છે. અલ્લુ અર્જુન અને તેની પત્ની સ્નેહા રેડ્ડીનો વીડિયો જોઈને સામંથા ખૂબ જ ભાવુક જોવા મળી હતી. આ જ વીડિયોને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કરતી વખતે સામંથાએ કેપ્શનમાં લખ્યું, "હું રડતી નથી, ઠીક છે." તેણે આ વીડિયોમાં અલ્લુ અને સ્નેહા રેડ્ડીને આંસુ ભરેલી આંખોની ઈમોજી સાથે ટેગ કર્યા છે. આ વિડિયો ખરેખર ખૂબ જ ઈમોશનલ છે.


આ સાથે ભોજપુરી અને બૉલિવૂડ ફિલ્મ અભિનેતા અને બીજેપીના નેતા રવિ કિશને (Allu Arjun Arrested) પણ આ મામલે વાત કરી હતી. રવિ કિશને અભિનેતાની ધરપકડને ‘બ્લૅક ડે’ ગણાવ્યો હતો. તેણે કહ્યું “ખૂબ દુઃખદ. અલ્લુ અર્જુન મારા સારા મિત્ર છે અને અમે સાથે ફિલ્મ પણ કરી છે. એક જેન્ટલમૅન જેવા વ્યક્તિને તેના બાળકો અને વૃદ્ધ માતા પિતા સામે સામે ઘરેથી બહાર લાવવું તે ખૂબ જ દુઃખદ હતું.


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2024 06:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK