Allu Arjun: અભિનેતા અલ્લુ અર્જુને રવિવારે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સામે પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા માટે કોઈપણ અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે.
અલ્લુ અર્જુન (ફાઈલ તસવીર)
Allu Arjun: અભિનેતા અલ્લુ અર્જુને રવિવારે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સામે પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા માટે કોઈપણ અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે.
હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં અલ્લુ અર્જુનની પુષ્પા 3 ના સ્ક્રિનિંગ દરમિયાન જે નાસભાગ મચી હતી તે જલ્દીથી ઉકેલાય તેમ લાગતું નથી. તેનો પડઘો તેલંગાણા વિધાનસભા સુધી સંભળાયો હતો. AIMIM ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ અલ્લુ અર્જુન પર નિશાન સાધ્યું છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ પણ કહ્યું હતું કે અલ્લુ અર્જુને પોલીસની સૂચનાઓને અવગણી હતી. અલ્લુ અર્જુને પ્રેસ કોન્ફરન્સમાં આ આરોપોનો જવાબ આપ્યો. અભિનેતાએ 21 ડિસેમ્બરે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને કહ્યું કે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. મારા પર જે આક્ષેપો થઈ રહ્યા છે તે ખોટા છે. જો અમને મંજૂરી ન હોત, તો તેઓએ અમને પાછા ફરવાનું કહ્યું હોત. હું કાયદાનું પાલન કરતો નાગરિક છું. જો મને ખબર હોત કે કોઈ સૂચના જારી કરવામાં આવી છે, તો મેં તેનું પાલન કર્યું હોત. મને કોઈ માહિતી આપવામાં આવી ન હતી. મને જે કહેવામાં આવ્યું હતું તે જ હું કરી રહ્યો હતો. હવે અલ્લુએ પોતાની તરફથી સ્પષ્ટતા આપી છે. અહીં ઇન્ટરનેટ પર બે જૂથો રચાયા છે.
ADVERTISEMENT
અભિનેતા અલ્લૂ અર્જુને પોતાના પ્રશંસકોને અરજી કરી છે કે તે પોતાની ભાવનાઓને વ્યક્ત કરવા માટે ઑનલાઈન અને ઑફલાઈન કોઈપણ પ્રકારે અપમાનજનક ભાષા કે વ્યવહારનો ઉપયોગ ન કરવો. રવિવારે અભિનેતાની ટીમે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરતાં ચાહકોને આ અરજી કરી છે.
અલ્લુ અર્જુને પોસ્ટમાં શું લખ્યું?
અભિનેતાએ રવિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લખ્યું, "હું મારા બધા પ્રશંસકોને અપીલ કરું છું કે તે હંમેશાંની જેમ જવાબદારીથી પોતાની ભાવનાઓ વ્યક્ત કરે તેમજ ઑનલાઈન અને ઑફલાઈન કોઈપણ પ્રકારની અપમાનજનક ભાષા કે વ્યવહારનો ઉપયોગ ન કરે." અભિનેતાએ આગળ લખ્યું, "બનાવટી ID અને નકલી પ્રોફાઇલ્સ વડે મારા પ્રશંસકો તરીકે ખોટી રીતે પોઝ આપીને બદનક્ષીભરી પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું ચાહકોને વિનંતી કરું છું કે આવી પોસ્ટ્સ સાથે જોડાશો નહીં."
તેલંગાણાના મુખ્યમંત્રીએ આક્ષેપો કર્યા હતા
4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગ અને એક મહિલાના મૃત્યુના સંદર્ભમાં તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી અને ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ તેલંગાણા વિધાનસભામાં અલ્લુ અર્જુન પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ આરોપ લગાવ્યો કે પોલીસની પરવાનગી ન મળવા છતાં તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુન 4 ડિસેમ્બરે જ્યાં `પુષ્પા 2` બતાવવામાં આવી હતી તે થિયેટરમાં પહોંચ્યા. જો કે, આ આરોપોનો જવાબ આપવા માટે, અલ્લુ અર્જુને શનિવારે સાંજે તેના જ્યુબિલી હિલ્સ નિવાસસ્થાને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે તેલંગાણા વિધાનસભામાં રેવંત અને અકબરુદ્દીન દ્વારા કરાયેલા તાજેતરના નિવેદનોની સ્પષ્ટતા કરી હતી. અર્જુન તેના કાયદાકીય સલાહકાર સાથે નોટપેડમાંથી વાંચતી વખતે ભાવુક થઈ ગયો અને વિધાનસભામાં તેના પર લાગેલા તમામ નવા આરોપોને નકારી કાઢ્યા.
‘પુષ્પા 2’નું બોક્સ ઓફિસ કલેક્શન
5 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ `પુષ્પા 2` 17 દિવસ પછી પણ ચમકી રહી છે. ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર રૂ. 1000 કરોડની ક્લબમાં સામેલ થયેલી આ ફિલ્મ હજુ પણ જંગી કમાણી કરી રહી છે અને સાત વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ `બાહુબલી 2`નો રેકોર્ડ તોડવાથી હવે માત્ર થોડા જ પગલાં દૂર છે. એવું માનવામાં આવે છે કે રવિવારે તે પ્રભાસ સ્ટારર `બાહુબલી 2` નું સિંહાસન પણ સંભાળશે.