હું એક ઍક્ટર છું અને મેં થિયેટરથી શરૂઆત કરી હતી. ૩૨ વર્ષથી સ્ટેજ પર કામ કરતાં મને એ વાતનો તો અહેસાસ થયો છે કે સ્ટેજ, ટીવી હોયય કે ફિલ્મ હું પર્ફોર્મ કરવા માટે જ જન્મી છું.’
છાયા વોરા
‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં છાયા વોરા આલિયા ભટ્ટની મમ્મીનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મને સંજય લીલા ભણસાલીએ ડિરેક્ટ કરી છે. છાયા વોરાએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ‘બાલવીર’, ‘શુભારંભ’ અને ‘સંસ્કાર’ જેવી ટીવી-સિરિયલમાં પણ કામ કર્યું છે. સંજય લીલા ભણસાલી સાથેની ફિલ્મમાં કામ કરવા વિશે છાયા વોરાએ કહ્યું હતું કે ‘હું હંમેશાં ટૅલન્ટેડ લોકો સાથે કામ કરવા આતુર હોઉં છું, જેઓ સ્ક્રીન પર મારો બેસ્ટ પર્ફોર્મન્સ લાવી શકે. અદ્ભુત ફિલ્મમેકર સાથે કામ કરીને શીખવા મળ્યું એ માટે હું પોતાને નસીબદાર માનું છું. આ ફિલ્મમાં હું આલિયા ભટ્ટની મમ્મીનું પાત્ર ભજવતી જોવા મળીશ. આ એક ઇન્ટરેસ્ટિંગ અને ચૅલેન્જિંગ પાત્ર હતું. આશા રાખું કે દર્શકોને એ ગમશે. આલિયા સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો. તેની પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. મને જે પણ સારું કામ કરવા મળ્યું એ હું કરીશ. હું એક ઍક્ટર છું અને મેં થિયેટરથી શરૂઆત કરી હતી. ૩૨ વર્ષથી સ્ટેજ પર કામ કરતાં મને એ વાતનો તો અહેસાસ થયો છે કે સ્ટેજ, ટીવી હોયય કે ફિલ્મ હું પર્ફોર્મ કરવા માટે જ જન્મી છું.’

